• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

કુરનની કંપનીમાંથી 10.85 લાખની ચોરી

ભુજ, તા. 16 : તાલુકાના કુરન નજીક આવેલી કંપનીમાંથી કેબલ સહિતના કુલ રૂા. 10,85,000ના દ્દામાલની કોઈ ચોર ઈસમો તસ્કરી કરી ગયા હોવાની ફરિયાદ ખાવડા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. કુરન નજીક આવેલી રેજ પાવર ઈન્ફ્રા રિન્યુએબલ કંપની-આર.ઈ. પાર્કમાંથી કોઈ ચોર ઈસમો કોપરની કોલ અંદાજિત કિ. રૂા. 4,00,000, કોપરની બસબાર ફોર ઈન્વેટર અંદાજે કિં. રૂા. 4,00,000, કોપરની એલવી ટાઈનેડ કિ. રૂા. 1,00,000, કોપરની ફ્લાઈક્ષેબલ સી વી જમ્પર અંદાજિત કિં. રૂા. 1,00,000, કોપરની અર્થિંગ જેની અંદાજે કિં. રૂા. 5,000 અને કોપરની બસબાર અંડર ધ ઈન્વેટર સેક્શન અંદાજિત કિં. રૂા. 80,000 મળી કુલ રૂા. 10,85,000 સહિતનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયા હતા.મુદ્દામાલ ગુમ થયો હોવાની જાણ થતાં કંપનીના સિક્યોરિટીના માણસોઓ આજુબાજુ તપાસ કરતાં મળ્યો નહોતો, ત્યારબાદ કોઈ ચોર ઈસમોએ ચોરી અંગેના આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું માલૂમ થતાં અંતે આ મામલે ફરિયાદ નોંધાવાઈ હતી. આ ઘટના બાબતે ખાવડા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની છાનબીન કરવા સહિતની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd