ગાંધીધામ, તા. 16 : આદિપુરમાં ગુજરાત સ્ટેટ ટેબલ
ટેનીસ એસોસીએશન દ્વારા આયોજિત પાંચ દિવસીય
રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો આરંભ થયો હતો. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે કચ્છના ખેલાડીનું શાનદાર
પ્રદર્શન રહ્યું હતું. જુનિયર બોયઝ અંડર-19 ટીમ વિભાગના ગ્રુપ સ્ટેજમાં કચ્છે જામનગર સામે 3-2થી કપરી જીત મેળવી હતી. આ મેચમાં
દસ વર્ષીય રેહાંશ સિંઘવી સ્ટાર પરફોર્મર તરીકે ઊભરી આવ્યો હતો. હાલમાં અંડર-11 કેટેગરીમાં ભારતમાં પાંચમો
ક્રમ ધરાવતા સ્થાનિક ખેલાડી રેહાંશે તેનાથી ઘણી મોટી ઉંમરના હરીફો સામે પોતાની ક્ષમતા
દર્શાવી હતી. તેણે કરણ ભાટિયાને 3-0થી હરાવીને
પોતાની ટીમ કચ્છને આ રોમાંચક મેચ જીતાડવામાં મદદ કરી હતી.14 વર્ષીય નૈરિત વૈદ્યે પણ કરણ
ભાટિયા સામે 3-0થી વિજય મેળવી કચ્છની જીતમાં
યોગદાન આપ્યું હતું, જ્યારે આરવ
સિંઘવી અને ધ્રુવ ભાંબાણીની ડબલ્સ જોડીએ યજ્ઞેશ પરમાર અને કરણ ભાટિયાને 3 0થી પરાજય આપ્યો હતો. જામનગર
તરફથી યજ્ઞેશ રેહાંશ અને નૈરિત સામેની પોતાની મેચો જીતીને ટીમને રેસમાં રાખી હતી, પરંતુ કચ્છના ખેલાડીઓએ વધુ સારો સંયમ દાખવીને
મેચ પોતાના નામે કરી હતી. અંડર-19 બોયઝ ટીમની અન્ય મેચમાં ભાવનગરે નવસારીને 3-0 થી ક્લીન સ્વીપ કર્યું હતું, વડોદરાએ આણંદને પણ એ જ માર્જીનથી હરાવ્યું હતું
અને રાજકોટે ગાંધીનગર સામે 3-0થી સરળ જીત મેળવી હતી. અમદાવાદ અને રાજકોટ મેન્સ; સુરત, ભાવનગર મહિલા ટીમો
પણ વિજેતા રહી હતી. મેન્સમાં ટોપ સીડ અમદાવાદે આણંદને 3-0થી હરાવ્યું હતું, જ્યારે રાજકોટે મોરબીને એ જ અંતરથી પરાજય આપ્યો
હતો. અરવલ્લી અને ભાવનગરે અનુક્રમે વલસાડ અને જામનગર સામે 3-0થી વિજય હાંસલ કર્યો હતો. વીમેન્સ
ટીમ ઇવેન્ટમાં ટોચના ક્રમાંકિત સુરતે આણંદને 3-0થી હરાવ્યું હતું, જ્યારે અમદાવાદ, નવસારી અને ભાવનગરે અનુક્રમે રાજકોટ,
ગાંધીનગર અને વડોદરાને એકસરખા માર્જીનથી પરાજય આપ્યો હતો. ઉદઘાટન સમારોહમાં ફ્રેન્ડ્સ ગ્રુપ, ગાંધીધામના ડિરેક્ટર્સ વિશાલ સિંઘવી
દ્વારા જિતેન્દ્ર સિંઘવી અને મૃદુલ સિંઘવીની ઉપસ્થિતિમાં ટૂર્નામેન્ટનું ઉદઘાટન કરાયુ હતું. આ પ્રસંગે એસ.
એમ. અય્યર (આસિસ્ટન્ટ જનરલ મેનેજર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા), જીએસ.ટીટીએના ઉપપ્રમુખ તુલસી સુજાન,જી.એસ.ટી.ટી.એના
વર્કિંગ પ્રેસિડેન્ટ, ઁ કુશલ સંગતાણી હરિકુમાર પિલ્લાઈ માનદ ,તેમજ માનદ મંત્રી મનીષ હિંગોરાણી, સહમંત્રી કમલ આસનાની અને સ્થાપક સભ્યો
પ્રશાંત બુચ અને રાજીવ સિંહ હાજર રહ્યા હતા. આયોજનમાં `ફ્રેન્ડ્સ ગ્રૂપ' અને `દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા' મુખ્ય પ્રાયોજક રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કચ્છ ડિસ્ટ્રીક્ટ
ટેબલ ટેનિસ એસોસિયેશન સમર્થન મળ્યુ હતું.તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગાંધીધામ ચેમ્બર
ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટિગા અને મોબીસ્પોર્ટ્સ સહયોગી
બન્યા હતા.