• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

28 જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં 101 કેન્દ્રોનું ઈ-લોકાર્પણ

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં 101 કેન્દ્રોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે, અમદાવાદના ચાણક્યપૂરી બ્રિજના અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસીને સેવાદાનમાં સહભાગી થવાની સાથે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત થયેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત સેવા હી સાધના અન્વયે આ નવાં 101 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. હવે રાજ્યના બધા જ 34 જિલ્લાઓમાં કુલ 394 કેન્દ્રો પરથી શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળતો થશે. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 5-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે.  આ યોજના હેઠળ અગાઉ રાજ્યના 20 જિલ્લાઓમાં કુલ 293 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત હતાં. આ કેન્દ્રો દ્વારા દરરોજ સરેરાશ 35 હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. નવાં કેન્દ્રોનો ઉમેરો સાથે દૈનિક ભોજન વિતરણમાં અંદાજે 10 હજાર ભોજનનો વધારો થશે, તેથી હવે દરરોજ અંદાજે 45 હજાર ભોજનનું વિતરણ કરી શકાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd