મુંદરા, તા. 16 : શહેરમાં થોડા સમયથી ચોરી, ગેરકાયદે દબાણ, રાહિંગ્યા
અને અન્ય વિદેશી તત્ત્વોના પ્રવેશથી શાંતિને નુકસાન તથા ગુનાહિત પ્રવૃત્તિઓનો વધારો
થતો હોવાની પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે. શહેરના વિવિધ સમાજના પ્રમુખની સહી
સાથે મુંદરા પીઆઈને સંબોધીને લખાયેલા પત્રમાં જણાવાયું હતું કે, આ શાંત શહેરમાં ચોરી, લૂંટ, ઘરફોડીની
ઘટનાઓથી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભય અને અસલામતીની લાગણી ઊભી થઈ છે,
જેનું કારણ એ છે કે, સંદિગ્ધ વ્યક્તિઓ દ્વારા ગૌચર
સહિત જમીન પર દબાણો, ઝૂંપડપટ્ટીઓ ઊભી કરવામાં આવે છે. આ દબાણની
આડમાં બાંગલાદેશી કે રાહિંગ્યા જેવા ઘૂસણખોર કોઇ
વેરિફિકેશન કે ઓળખપત્ર વિના છુપી રીતે વસી ગયા છે. પત્રમાં માગણી કરવામાં આવી
હતી કે, આવા તત્ત્વોની તપાસ કરી ગેરકાયદે વસવાટ કરતા હોય,
તો ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેમજ મકાન માલિકો કે કોન્ટ્રાક્ટરો
માટે પોલીસ રજિસ્ટ્રેશનમાં ફરજિયાત નિયમ સાથે રાત્રિ પેટ્રાલિંગ વધારવામાં આવે,
નહીં તો લોકોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.