કાઠડા (તા. માંડવી) તા.16 : માંડવી તાલુકાના હાલાપર ગામની અને હાલે અભ્યાસ અર્થે મુલુંડ
મુંબઈ સ્થાઈ થયેલી કચ્છી દીકરી 10 વર્ષીય ડેનિકા
મારૂએ હૈદરાબાદની પ્રતિષ્ઠિત જિમકિવન્ન - 2026 દ્વારા ઓલ ઈન્ડિયા લેવલ પર થતી રિધમિક જિમ્નેસ્ટિક્સ સ્પર્ધામાં
સિલ્વર મેડલ જીત્યો છે. હુપ એન્ડ બોલ ઈવેન્ટમાં પાંચમાં ધોરણમાં ભણતી 10 વર્ષની ડેનિકાએ પણ ભાગ લીધો
હતો અને બીજું સ્થાન મેળવ્યું હતું. ડેનિકાનાં માતા ડો. જિજ્ઞા અંકિત મારૂ કહે છે, ડેનિકા રોજ ચાર કલાક પ્રેક્ટિસ કરે છે અને ફિનિક્સ
એકેડેમીમાં કોચિંગ મેળવે છે.