નવી દિલ્હી, તા. 16 : ન્યૂઝીલેન્ડના
આગામી પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ પાંચ વન-ડે અને બે
ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ
આ વખતે વન-ડે શ્રેણીમાં વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાને રાખીને બે અલગ-અલગ તબક્કામાં નેતૃત્વ
વહેંચવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. વન-ડે ટીમમાંથી રવીન્દ્ર જાડેજાની બાદબાકી કરાઈ
છે, તો મોહમ્મદ શમીની ફરી ઉપેક્ષા થઈ છે. પ્રથમ
ત્રણ વન-ડેમાં અંશુલ કંબોજ, નમન ધીરને તો બીજી બે વન-ડેમાં વિકેટકીપર
કુમાર કુશાગ, યશ ઠાકુર, આકિબ નબીને સ્થાન
અપાયું છે. શરૂઆતની ત્રણ વન-ડે મેચમાં શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે,
જ્યારે શ્રેયસ ઐયર વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવશે. શ્રેણીના અંતિમ બે વન-ડે
મુકાબલા માટે શ્રેયસ ઐયરને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે અને ઈશાન કિશનને ઉપ-સુકાનીપદની
જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ, બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શુભમન
ગિલ જ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે કે.એલ. રાહુલ વાઇસ-કેપ્ટન
તરીકે સાથ આપશે. જાહેર કરાયેલી ટીમોમાં સૌથી ચોંકાવનારો નિર્ણય અનુભવી ઝડપી બોલરો મોહમ્મદ
શમી અને ભુવનેશ્વરકુમારને બહાર રાખવાનો રહ્યો છે. બંનેમાંથી એક પણ દિગ્ગજ બોલરને વન-ડે
કે ટેસ્ટમાંથી કોઈ પણ ફોર્મેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રવીન્દ્ર જાડેજાની વન-ડે
કારકિર્દી પૂરી હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે. ટેસ્ટ ટીમની વાત કરીએ, તો બાટિંગ વિભાગમાં યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ
અને સાઈ સુદર્શન જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ સ્થાન પામ્યા છે, જ્યારે
વિકેટકાપિંગમાં ધ્રુવ જુરેલ અને રિષભ પંતનો સમાવેશ કરાયો છે. જો કે, પંતનો રમવાનો આખરી નિર્ણય તેની સંપૂર્ણ ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે.
બાલિંગ આક્રમણમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પેસ આક્રમણનું નેતૃત્વ કરશે,
જ્યારે સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ
યાદવ અને વાશિંગ્ટન સુંદર કમાલ સંભાળશે. - પ્રથમ ત્રણ વન-ડે : ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન),
રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર),
નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર,
ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપાસિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. શ્રેયસ ઐયર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક
વર્મા, ઈશાન કિશન (વાઇસ-કેપ્ટન અને વિકેટકીપર), નીતિશકુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બ્રાર,
ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપાસિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ. - ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમ : શુભમન ગીલ (સી), યશસ્વી જયસ્વાલ, કે.એલ.
રાહુલ (વી.સી.), દેવદત્ત પડિકલ, રિષભ પંત
(ડબલ્યુ.કે.), ધ્રુવ જુરેલ (ડબલ્યુ.કે.), રવીન્દ્ર જાડેજા, અંશુલ, કંબોજ,
જસપ્રીત બુમરાહ, પ્રસિદ કૃષ્ણા, આકાશ, સંદીપ, સંદીપ, સાંઇ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહંમદ યાદવ, મોહંમદ યાદવ.