ભુજ, તા. 16 : નખત્રાણા તાલુકાના નાગલપરમાં
થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને નખત્રાણા પોલીસે ઝડપી લઈ ચોરી અંગેના
ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂા. 14,35,122નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપીઓ રમેશ ચમનલાલ રાઠોડ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા
નિહાલ દિનેશભાઈ સોની (બંને રહે. નખત્રાણા)ને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ
પાસેથી પોલીસે સોનાની ઢાળ અંદાજિત કિં. રૂા. 10,25,325, ચાંદીના નાના-મોટા દાગીના અંદાજે
કિં. રૂા. 67,127, જીજે 12 એફએફ 3191 નંબરની કાર કિં. રૂા. 3,00,000, જીજે 12 સીજે 0798 નંબરની મોપેડ કિ. રૂા. 30,000, બે મોબાઈલ કિં. રૂા. 10,000 તથા રોકડા રૂા. 2,660 મળી કુલ રૂા. 14,35,122નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ આરોપીઓ સામે ગુનો નોંધવા સાથે ચોરીના કૃત્યમાં તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું
છે તથા અન્ય કઈ-કઈ જગ્યાએ આરોપીઓએ ચોરી સહિતના ગુના આચર્યા છે તે જાણવા સહિતની દિશામાં
પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં નખત્રાણા પીઆઈ એ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ
પીએસઆઈ એમ. વી. શામળા, એએસઆઈ જયંતીભાઈ
માજીરાણા, સબીરઅલી બાયડ, હેડ કોન્સ. મોહનભાઈ
આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી,
મીતકુમાર પટેલ અને કોન્સ. લીલાભાઈ ઓડેદરા સહિતનો સ્ટાફ જોડાયો હતો.