• બુધવાર, 24 જૂન, 2026

આંબલિયારામાં બે કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળાનું લોકાર્પણ

ભચાઉ, તા. 23 : આંબલિયારામાં બે કરોડના ખર્ચે નિર્માણ પામેલી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું અને લગભગ 1.53 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળા બનાવવાનો પાયો નખાયો હતો. રાપરના ધારાસભ્ય  વીરેન્દ્રાસિંહ જાડેજા દ્વારા માધ્યમિક શાળાનું લોકાર્પણ અને પ્રાથમિક પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કરાયું હતું. શિક્ષણ માટે ઉપયોગી સુવિધાઓના પ્રસંગે વિદ્યાર્થીઓ - વાલીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે માનસ હનુમંતધામના મહંત  ભાનુપ્રસાદ રાજગોરે ઉપસ્થિત રહીને કહ્યું કે, કરોડોના ખર્ચેમાં સરસ્વતી સંકુલનું લોકાર્પણ થયું હોવાથી આ ભૂમિ પવિત્ર બની છે. દાયકાઓ બાદ ગ્રામજનોનું સપનું સાકાર થયું છે. ધારાસભ્યનું નેતૃત્વ વાગડની પ્રજાને ખુશી આપનારું બન્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. આંબલિયારાનાં બાળકો  શ્રેષ્ઠ પદને પામે તેવી ભાવના વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયતના સભ્ય રણછોડ કાનાભાઈ આહીર, નિવૃત્ત આચાર્ય શ્રી ગોહિલ, ડો. યોગીરાજાસિંહ જાડેજા, પરાક્રમાસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યાં હતાં. આ પ્રસંગે ભચાઉ એપીએમસીના પ્રમુખ વાઘુભા જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય વાઘજીભાઈ છાંગા, તાલુકા ભાજપના મહામંત્રી જગદીશભાઈ સુથાર અને સુરેશભાઈ કોલી, તાલુકા પંચાયત પ્રમુખ વતી કરસનભાઈ વાવિયા, ભચાઉ આઇસીડીએસના મુખ્ય સેવિકા નયનાબા ઝાલા, ડો અતુલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ અને ભૂમિ દાતા વાલીબેન આહીરનું બહુમાન કરવામાં આવ્યું હતું. આંબલિયારા ગામના વિકાસ માટે આઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપનારા ધારાસભ્યનું ચાંદીની તલવાર, પાઘડી અને સાલ પહેરાવીને બહુમાન કર્યું હતું. વાંઢિયા સરપંચ કૃષ્ણદેવાસિંહ જાડેજા, વિજપાસર સરપંચ વિક્રમાસિંહ જાડેજા, બળવંતાસિંહ જાડેજા, ગિરિરાજાસિંહ જાડેજા, મહેશ સોનારા, પ્રેમજીભાઈ મારાજ, વીરાભાઇ સોલંકી ભીખાભાઈ કોલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ હરપાલાસિંહ જાડેજાએ કરી હતી. 

Panchang

dd