અયોધ્યા, તા. 23 : અયોધ્યા રામ મંદિર ચડાવાની આવકની ચોરીના મામલામાં વિશેષ તપાસ
ટીમ (સીટ)એ આજે પોતાનો તપાસ અહેવાલ રાજ્યપાલને સોંપ્યો હતો. સૂત્રો અનુસાર અહેવાલમાં
એફઆઈઆર નોંધવા અને ટ્રસ્ટની ફરીથી રચના કરવાની ભલામણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, કોઈ વરિષ્ઠ અધિકારીને મંદિરના સીઈઓ તરીકે નિયુક્ત
કરવા પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. વિસ્તૃત તપાસ માટે સીટે વધુ સમયની માંગ કરી હોવાનું
સૂત્રોએ જણાવ્યુ હતુ. અહેવાલ ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંજય પ્રસાદને સોંપવામાં આવ્યો હતો. ટીમે જણાવ્યું
હતું કે 20 પાનાનો આ
અહેવાલ એક આરંભિક રિપોર્ટ છે જેમાં 150 લોકોની પૂછતાછની વિગતો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીટે છેલ્લા પાંચ
વર્ષના હિસાબનું ઓડિટ કરવાની ભલામણ પણ કરી હતી.. ચડાવામાં અનિયમિતતા રોકવા માટે કેટલાંક
સૂચનો કરવામાં આવ્યાં હતાં. ટ્રસ્ટના પદાધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઊઠાવવામાં આવ્યા
છે. જે પદાધિકારીઓ સામે સીટના રિપોર્ટમાં સવાલો ઊઠાવવામાં આવ્યા છે, તેમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય,
અનિલ મિશ્રા અને નિર્માણ સહાયક ગોપાલ રાવનાં નામ પણ સામેલ છે. આ ઉપરાંત
પદાધિકારીઓના સગાવહાલાઓનો પણ તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ છે. ચઢાવાની ચોરીમાં સીધી રીતે
2પ-30 લોકોની ભૂમિકા જણાઈ છે, જે તમામ સામે કેસ નોંધાઈ શકે છે. જ્યારે અનિલ મિશ્રા ઉપર 40 ટકા કમિશન લેવાનો આરોપ પણ છે.
સૂત્રોએ કહ્યં હતું કે રાજ્ય
સરકાર આ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપશે. તે પછી ટ્રસ્ટના કયા સભ્યને રાખવા
કે હટાવવા તે ગૃહ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે.