• મંગળવાર, 23 જૂન, 2026

માકપટ જૈન ગુર્જર સમાજની બોક્સ ક્રિકેટ ટૂર્ના. યોજાઇ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 22 : માકપટ જૈન ગુર્જર સમાજ કચ્છ દ્વારા શરદ બાગ ભુજ મધ્યે સમાજની બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. મેલમા 20 તથા ફીમેલ અને ચિલ્ડ્રન કેટેગરીમાં 12 ટીમે ભાગ લીધો હતો. આ પ્રસંગે સમાજના મંત્રી ધ્રુમિલ શાહે શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમાજના પ્રમુખ કેતનભાઇ શાહે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોના કારણે સમાજ સંગઠિત થાય છે. સ્પોર્ટસ સમિતિના કન્વીનર સેતુભાઇ શાહ અને જેકી મહેતા તથા તેમની ટીમનો આભાર માન્યો હતો. આ ટૂર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર તરીકે માતા વિણાબેન વાડીલાલ શેઠ પરિવાર, ગાંધીધામ તથા ડો. સ્પોન્સર તરીકે માતા દિવાળીબેન કરશનજી શેઠ પરિવાર ગાંધીધામ તથા માતા ચંપાબેન હંશરાજ શાહ પરિવાર નખત્રાણા રહ્યા હતા. અન્ય સહયોગી દાતામાં તલશી પ્રતાપશી શાહ, માતા પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી, માતા પ્ર્રાણગૌરીબેન ટોકરશી શાહ, માતા ધનુબેન લાલજીભાઇ પોપટ શાહ પરિવાર, માતા હેમલતાબેન પ્ર્રફુલ્લભાઇ શાહ તથા માતા ચંદ્રિકાબેન સૂર્યકાંતભાઇ શાહ પરિવાર રહ્યા હતા. મેલ કેટેગરીમાં ધ્યાન ફાઇટર્સ ફિમેલ કેટેગરીમાં વિમલમ ફાઇટર્સ તથા ચિલ્ડ્રન કેટેગરીમાં કવન બ્લાસ્ટર્સ વિજેતા રહ્યા હતા. તથા મેલ કેટેગરીમાં યોર્કર બોયસ, ફિમેલ કેટેગરીમાં યોર્કર ગર્લ્સ તથા ચિલ્ડ્રનમાં વીર વોરિયર્સ રનર્સઅપ રહ્યા હતા. સમાજના હોદ્દેદારો જિજ્ઞેશ જૈન, હેમાંગ શાહ તથા સમાજના અગ્રણી કમલેશભાઇ સંઘવી, ગાંગજીભાઇ શેઠ, અશ્વિન શેઠ, ડો. રૂપેશ શેઠ, પ્રકાશ ગાંધી, સુરેશ શેઠ જિજ્ઞેશ શાહ વગેરે  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા જીત શાહ, ભાવેશ શાહ તથા સેવંતી મહેતા દ્વારા સંભાળવામાં આવી હતી. સ્પોર્ટસ સમિતિના આસવ શાહ, દીપ મહેતા, મોક્ષેશ શાહ, ઋજુલ શાહ, વિપુલ શાહ, નિપુર શેઠ, ચૈત્ય મહેતા, નિક્ષિત શાહ, ભવ્ય મહેતા તથા ભુજ યુવા માકપટના પ્રમુખ કેયૂરભાઇ શાહે યોગદાન આપ્યું હતું. તેવું સમાજના મીડિયા કન્વીનર રાજુ શાહે જણાવ્યું હતું.

Panchang

dd