• બુધવાર, 24 જૂન, 2026

અંજારની સીમમાં 4.22 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત

અંજાર, તા. 23 : કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી જમીન ઉપર થયેલાં દબાણ સામે તંત્ર દ્વારા ઝુંબેશ આદરવામાં  આવી છે. આ અંતર્ગત અંજાર તાલુકાની સીમમાં માતબર રકમની કિંમતની સરકારી જમીન ઉપર થયેલું દબાણ તોડી  પાડવામાં આવ્યું હતું. અંજાર સીમમાં સર્વે નંબર 984 પૈકીવાળી સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરાયું હોવાની લેન્ડ ગ્રેબિંગ તળે અરજી  કરવામાં  આવી હતી. આ મામલે સર્કલ ઓફિસર મારફત તપાસ  કરવામાં આવતાં સરકારી જમીનમાં દબાણ હોવાનું માલુમ થયું હતું. મામલતદાર અંજાર દ્વારા   દબાણકારને નોટિસ આપી પુરાવા રજૂ કરવા મુદ્દત આપવામાં આવી હતી.  યુનાઈટેડ  કો. પ્રા.લિ. કંપની દ્વારા એક વર્ષ પહેલાં  ફોલ્ડિંગ  દીવાલ બનાવી હતી અને વૃક્ષોનું વાવતેર કરાયું હતું. કંપની દ્વારા પર્યાવરણ જાળવણી માટે અને પશુઓ ઝાડ ન ખાઈ જાય તે માટે દીવાલ બનાવી હોવાનું કહેવાયું હતું. અંજાર મામલતદારે આ જમીનને ખેતીવિષયક દબાણ   માન્યું હતું. નવા જંત્રી દર લેખે  4.22 કરોડ આંકવામાં આવી છે. કંપનીને રૂા. 4.22 લાખનો દંડ ફટકારવામાં  આવ્યો છે.  તંત્રએ આજે  દીવાલ ઉપર બુલડોઝર ફેરવીને જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી.  અંજાર મામલતદાર બી.વી ચાવડાસર્કલ ઓફિસર  સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd