• બુધવાર, 24 જૂન, 2026

ગાંધીધામ સંકુલમાં 67,000 બાળકને પોલિયોનાં ટીપાં પીવડાવાશે

ગાંધીધામ, તા. 23 : નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત તા. 28-6ના રવિવારે ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં 197 બૂથ ઉપર 0/5 વર્ષના અંદાજિત 67000  બાળકને પોલિયોનાં ટીપા પીવડાવવામાં આવશે, જેમાં કુલ 788 સભ્ય આ કામ માટે જોડાશે. આ કામગીરીમાં આરોગ્ય સ્ટાફ ઉપરાત આશાબહેનો, મહાનગરપાલિકા સ્ટાફ, ગજવાણી અને આર્યા નર્સિંગ સ્કૂલ, તોલાણી આર્ટસ, કોમર્સ, એન્જિનીયરિંગ સ્ટુડન્ટ્સ, આઈ.ટી..આઈ સ્ટુડન્ટ્સ, આંગણવાડી સ્ટાફ વગેરે જોડાઇને સેવા આપશે. આ અભિયાન માટે કોર્પોરેશન ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજની અધ્યક્ષતામાં ટાસ્કફોર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમ.ઓ.એચ.  ડો. દિનેશ સૂતરિયા દ્વારા વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા શનિ અને રવિ રિક્ષા દ્વારા અને કચરાની ગાડીમાં માઈક દ્વારા પ્રચાર કરવામાં આવશે, જ્યાં બૂથ છે, તે સ્કૂલ અને આંગણવાડી સવારે 8 પહેલાં ખૂલે, એસ.ટી. બસ અને રોડ પરના સાધનો બૂથ સ્થળ પર રોકાય અને પોલિયો ટીપાં પીવડાવાયા બાદ ઉપડે, આ સમય દરમિયાન જ્યાં હેલ્થ સેન્ટર છે, ત્યાં લાઈટ જળવાઈ રહે, ફેક્ટરી તમામ સહયોગ આપે, સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવે અને કોલેજો આ રાષ્ટ્રીય અભિયાનમાં બાળકોને જોડાવા પ્રોત્સાહિત કરે, રેલવે પ્રશાસન કામ કરતા મજૂરો અને કોલોનીમાં કામગીરી કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મામલતદાર જાવેદ સિંધી, સીડીએમઓ ડો. કિશોર સી.રોય, પી.ઓ. રકમાબેન ચૌધરી, શિક્ષણ, એસ.ટી. ડેપો, ડીપીએ, પીએચઓ વિભાગના અધિકારીઓ અને મેડિકલ ઓફિસર તેમજ સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd