• ગુરુવાર, 25 જૂન, 2026

રાયધણપરના સામૂહિક હુમલાના કેસમાં આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 23 : થોડા દિવસો પૂર્વેના ચકચારી એવા રાયધણપરના સામૂહિક હુમલાના કેસમાં ફરિયાદી તથા સાહેદો ઉપર બોલેરો કાર ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ તથા હથિયારો વડે સામૂહિક હુમલો કરવાના આરોપી એવા નાના વરનોરાના ઈમ્તિયાઝ ઈબ્રાહિમ કેવરના નિયમિત જામીન નામંજૂર થયા છે. આ ચકચારી બનાવમાં 21 આરોપીઓ વિરુદ્ધ માધાપર પોલીસ મથકે વિવિધ કલમો તળે ગુનો દાખલ થયો હતો, જેમાં આરોપી ઈમ્તિયાઝ ઈબ્રાહિમ કેવર (રહે. નાના વરનોરા)એ નિયમિત જામીન મળવા અરજી કરતાં સેશન્સ જજ ડી.પી. મહિડાએ જામીન રદ કર્યા છે. ફરિયાદી પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ માવજી છાંગા હાજર રહ્યા હતા. 

Panchang

dd