• બુધવાર, 24 જૂન, 2026

લોધેશ્વર નર્મદા કેનાલમાં યુવાનનો મૃતદેહ મળતાં ચકચાર

ગાંધીધામ, તા. 23 : ભચાઉ વિસ્તારમાં લોધેશ્વર નર્મદા કેનાલમાંથી વાલજીભાઈ ધરમશી બોચીયા (ઉ.વ. 35)નો મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલ સાંપડયા હતા. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા આ યુવાન  એક દોઢ દિવસ અગાઉ પોતાના  ઘરે કોઈ કારણોસર ચાલ્યા ગયા હતા. દરમ્યાન આજે સવારે 10.30 વાગ્યાના અરસામાં   લોધેશ્વર કેનાલ પાસે સાયફન પાસેથી તેમનો મૃત દેહ મળી આવ્યો હતો. આ અંગે ફાયર ફાઈટર વિભાગની ટીમની મદદ  લેવાઈ હતી. પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા માટે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd