• સોમવાર, 22 જૂન, 2026

રાજકારણમાં મોદી સરકારનો માર્ગ સરળ બને છે

મહિલા આરક્ષણ ખરડાને મંજૂરી મળી નહીં ત્યારે વિપક્ષો ફૂલ્યા સમાતા નહોતા, પણ મોદીએ જાહેરમાં વિશ્વાસ વ્યક્ત કરીને ખાતરી આપી હતી કે આરક્ષણ ખરડાને મંજૂરી મળશે જ, હવે રાજકીય સંજોગો વ્યૂહાત્મક બની રહ્યા છે. વિપક્ષો તૂટી રહ્યા છે. ભાજપે વિચારધારા ભૂલીને વિપક્ષી સભ્યોની `ભરતી' શરૂ કરી નથી છતાં એનડીએ સરકારને ટેકો મળી રહ્યો છે! અને વડાપ્રધાન મોદીનો માર્ગ સરળ બની રહ્યો છે! એક રાષ્ટ્ર એક ચૂંટણી પણ શક્ય બનશે એમ લાગે છે. રાજકારણમાં `ઊથલપાથલ' પણ સંજોગવશાત્ છે! પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી રાજકારણમાં ભારે ઊથલપાથલ મચી છે. કોંગ્રેસે ડીએમકેનો સાથ છોડયા પછી બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ પડયું અને 20 સભ્ય છૂટા થયા - હજુ ભાજપમાં જોડાયા નથી પણ એનડીએ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ ચાર વર્ષ અગાઉ પડયું, પણ હવે શિંદે સેનાની સંખ્યા વધી રહી છે. ઉદ્ધવ સેનાના સંસદસભ્યો - અને વિધાનસભ્યો પણ જોડાય તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી પણ હાલકડોલક થઈ રહી છે. ઝારખંડમાં કોંગ્રેસના સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને પરિમલભાઈ નથવાણી રાજ્યસભાની બેઠક જીતી ગયા છે. આ સ્થિતિમાં વિપક્ષ કહે છે કે, ભાજપ અન્ય પક્ષોને તોડે છે. 50 કરોડનો ભાવ બોલાય છે અને ગાલીગલોચ પણ સંભળાય છે. પ્રશ્ન એ છે કે, વિપક્ષોમાં પડતાં ભંગાણ કે ગાબડાં ભાજપ પાડે છે? ભાજપ માટે અનુકૂળ સ્થિતિ છે - ફૂંક મારે છે, પણ નાણાં અપાતાં હોવાના આક્ષેપના પુરાવા છે? હકીકતમાં તામિલનાડુ અને બંગાળમાં ધબડકા પછી ઇન્ડિ મોરચો મૂળમાંથી હલી-ડૂલી ગયો છે. ભાગીદાર - સાથીદાર પક્ષોને રાહુલ ગાંધીની નેતાગીરીમાં વિશ્વાસ રહ્યો નથી - ત્યારે વિપક્ષમાં ભીષ્મપિતામહ ગણાતા શરદ પવારે કોંગ્રેસને મજબૂત કરવા જૂના કોંગ્રેસીઓને ભેગા કરવા - એક છત્ર નીચે લાવવાનું સૂચન કર્યું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરૂઆત કરે તો તૃણમૂલ કોંગ્રેસ તૈયાર થઈ જાય એવી ગણતરી હતી, પણ મમતા સામે જ બળવો થયો અને નિરાશ્રિત થયેલાં મમતાદીદીને કોંગ્રેસમાં આશ્રય મળ્યો. આ ઘટનાનું રાજકારણ વાયરલ થયું અને અન્ય રાજ્યોમાં ચેપ ફેલાયો. શરદ પવાર મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ઉદ્ધવસેનાને પણ જોડે એવી શક્યતા હતી - માને છે. ઇન્ડિ મોરચામાં તો ભાગીદાર છે જ. મહારાષ્ટ્રમાં ભાજપને `ચેકમેટ' કરવાનો પ્લાન અમલમાં આવે તે પહેલાં જ શિંદેએ આગોતરો - એડવાન્સ હુમલો કર્યો. પહેલો ઘા શૂરાનો! આ રાજરમતમાં ફાયદો ભાજપને થયો છે. સંસદમાં મહિલા આરક્ષણનો ખરડો ના મંજૂર થયો અને લોકસભાના મતવિસ્તાર - સીમાંકનનો ખરડો પસાર કરવા માટે પણ બે તૃતિયાંશ બહુમતી જોઈએ : હવે સરળતાથી આવા સંજોગો આકાર લઈ રહ્યા છે! 

Panchang

dd