• બુધવાર, 24 જૂન, 2026

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન માટે ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશનની બેઠક

ભુજ, તા. 23 : રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન સમિતિની બેઠક જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જિલ્લામાં અંદાજિત 3,14,293 બાળકોને પોલિયોનાં બે ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 4,85,115 ઘર સુધી પહોંચવા માટે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક પણ બાળક પોલિયોનાં ટીપાંથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આઇસીડીએસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલનથી કામગીરી કરાશે. બેઠકમાં પોલિયો રાઉન્ડ, રૂટીન ઇમ્યુનાસઝેશન વિ. અંગે ચર્ચા કરાઇ હતી. જિલ્લાના તમામ વાલીઓને 0થી 5 વર્ષનાં બાળકોને તા. 28-6-26ના નજીકના પોલિયો બૂથ પર પોલિયોનાં ટીપાં પીવડાવવાં અપીલ કરાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રસીકરણ અધિકારી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરો, આઇ.સી.ડી.એસ. વિભાગના અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી, જિલ્લા રોગચાળો નિયંત્રણ અધિકારી, જિલ્લા ઇમ્યુનાઇઝેશન ટીમ તેમજ આઇએપી, આઇએમએ, રોટરી કલબના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd