ભુજ, તા. 29 : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ
કેન્દ્ર-ભુજના ઉપક્રમે તાજેતરમાં સંસ્થાના મોભી `જૈન સમાજ રત્ન' વેલજીભાઈ ગણેશભાઈ મહેતા અને તેમના પત્ની ભારતીબેન વી. મહેતાને `નવચેતન રત્ન' અને `નવચેતન ગૌરવ' એવોર્ડથી વિભૂષિત કરાયા હતા.જૈન અગ્રણી મનિષચંદ્ર મોરબિયા, સેવાભાવી ડો. ભરતભાઈ મહેતા, મુકેશભાઈ ચંદે, ઉદ્યોગપતિ કૈલાસ મહેતા, અજયભાઈ દાવડા, સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને હિરેન દોશી વિગેરેની ઉપસ્થિતિમાં
યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના ભુજ-માંડવી-અંજાર-રાપરના કાર્યકરો હાજર રહ્યા હતા.
ભારતીબેન મહેતાની સેવાઓને બિરદાવવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવો તેમજ કાર્યકરોના હસ્તે
આ સેવાભાવી દંપતીને `નવચેતન રત્ન' અને `નવચેતન ગૌરવ' એવોર્ડ-202પ અર્પણ કરી
વિભૂષિત કરાયા હતા. સન્માનના પ્રતિભાવમાં શ્રી મહેતાએ દાતાઓ અને કાર્યકરોને સંસ્થાના
સાચા શિલ્પી અને સફળતાના ચાલકબળ ગણાવ્યા હતા. પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ મોતા, મનિષભાઈ
મહેતા, હર્ષદભાઈ નિર્મલ, ઓજશ શેઠ,
કે. બી. પરમાર, અરવિંદભાઈ મહેતા, ચિંતન મહેતા, કૌશિક મહેતા, સુરેશ
સોમૈયા, ભાવનાબેન જોશી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શાંતિલાલ
રાજગોરે અને આભારવિધિ જયેશભાઈ ચંદુરાએ કરી હતી.