મુંદરા, તા. 29 : હઝરત પીર પંજોરા સમિતિ દ્વારા
રામાણિયા ગામે સમૂહશાદીનાં આયોજનમાં 12 દુલ્હા-દુલ્હનને સૈયદ
જલાલશાહ મામદશાહ (સિનુગ્રા) બાપુએ નિકાહ પઢાવ્યા હતા. સમૂહશાદીના અધ્યક્ષ સૈયદ ઇસ્માઇલશાહ
બાપુ, (ભુજપર) રહ્યા હતા. ખાંભિયા અબ્દુલગની રમઝાન,
સમેજા હાજી સાલેમોહંમદ, સમેજા ઇમરાન રજાક,
સમેજા જાકબ સુમાર, નોડે આમદ હારૂન, ઝહીર સમેજા, સલીમ સુમરા તેમજ દેશલપર કંઠી, રામાણિયા, ગેલડા, ભુજપર તેમજ આજુબાજુના
ગામોના આગેવાનોએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મુખ્ય મહેમાનો કુંભાર હાજી ઉમર,
કલ્પનાબેન ગોડિયા, કુંભાર હાજી હસન, કુંભાર હાજી આમદ સાલેમામદ, કાદર કાસમ કુંભાર,
માંજોઠી ગફુર હારૂન, લાખાણી હાજી હમીર,
જાડેજા સ્વરૂપસિંહ કાદર કાસમ કુંભાર, રમજુ હાસમ
ઇસ્માઇલ, મેમણ હાજી રફીક હાજી ફકીરમામદ, ભટ્ટી ઇસ્માઇલ સિદિક, અલ્તાફ ભચુ, આકીબભાઇ બાયડ, લાખાણી હાજી હમીદ, માંજોઠી ગફુર હારૂન, જાડેજા નરેન્દ્રસિંહ, ખત્રી ફારૂક અબ્દુલરજાક, લંગા અલ્તાફ અબ્દુલ્લા,
અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને અદાણી હોસ્પિટલના ડો. દેવન ગોસ્વામી,
ખોંભિયા અનવરભાઇ, ગોહિલ બળવંતસિંહ, મુસ્તાક હાલા, સમેજા અકરમ, સમેજા
શરીફ સલીમ, ખત્રી આરીફ, કેવર અમીર રફીક,
બાયડ સલીમ રમજાન, કાદર કાસમ સમા, અલ્તાફ બાપુ, ખત્રી આરીફ, જુણેજા
રમજુ જુણસ, ભટ્ટી ઇસ્માઇલ સધિક, સમેજા રજાક
ઓસમાણ તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો,
સમાજના ધર્મગુરુઓ, કાર્યકર્તાઓ, સમિતિ દ્વારા મોમેન્ટો, કચ્છી અજરખ સાથે સન્માન કરવામાં
આવ્યું હતું. મુખ્ય વક્તા સૈયદ જલાલશાહ મામદશાહ બાપુ તેમજ કુંભાર સમાજના આગેવાન કુંભાર
હાજી ઉમરે કોમી એકતા અને ભાઇચારો તેમજ શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. લગ્ન પ્રસંગે થતા
ખોટા ખર્ચ બચાવવા આહ્વાન કરાયું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા મેડિકલની સેવા અપાઇ હતી.
આભારવિધિ સમેજા ઇમરાને, તો સંચાલન રમજુ મહોમદે કર્યું હતું.