• બુધવાર, 13 મે, 2026

ગાંધીધામ કોર્પોરેશન દ્વારા 23 જગ્યા ઉપર વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થાઓ ઊભી કરી

ગાંધીધામ, તા. 5 : ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન તથા સીઈપીટી યુનિવર્સિટીના સહયોગથી વરસાદી પાણી સંગ્રહ અને ભૂગર્ભ જળ વિચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ ત્રણ કરોડના ખર્ચે 23 જગ્યા ઉપર જળ સંરક્ષણ એટલે કે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની કામગીરી થઈ છે. ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે લગભગ 100 કરતા વધુ સ્થળની ઓળખ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અલગ અલગ ગ્રાન્ટ તથા ધારાસભ્ય ખંડ દ્વારા 14 રિચાર્જ સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે અને વધુ સાત જગ્યા ઉપર કામગીરી પ્રગતિમાં છે. અંદાજિત ત્રણ કરોડનો ખર્ચ થયો છે અને દર વર્ષે આશરે 4.5 કરોડ લિટર પાણીનું રિચાર્જ થવાનું અનુમાન છે. એક્યુરેસી શાપિંગ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી 12.50 લાખ રૂપિયાના સહયોગથી કોર્પોરેશન વિસ્તારની સરકારી આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્ર અને શાળાઓમાં વરસાદી પાણી સંગ્રહ માટેની કામગીરી કરવામાં આવી છે અત્યાર સુધીમાં 23 જગ્યા ઉપર કામ પૂર્ણ થયાં છે અને અન્ય જગ્યા ઉપર કામ પ્રગતિમાં છે. કોર્પોરેશને પાણી રિચાર્જ માટે પ્રતિબંધકતા દર્શાવી છે, સામાજિક સંસ્થાઓ એન્જિનીયરો બિલ્ડરો અને આર્કિટેકસને તેમના પ્રકલ્પમાં પાણી સંરક્ષણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.  

Panchang

dd