ભુજ, તા. 21 : રવિવારે અહીં આવતા મુખ્યમંત્રીના
હસ્તે ભુજના રિંગરોડ, ભુજ-મુંદરા
રોડ રિસર્ફેસિંગ સહિત અંદાજિત 500 કરોડનાં કામોનાં ખાતમુહૂર્ત કરાશે. કચ્છ આવતા મુખ્યમંત્રીને
આવકારવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે,
ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પણ મુખ્યમંત્રીને આવકારવા જિલ્લા ભાજપ
કાર્યાલયે આયોજન બેઠક યોજાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી
જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કાર્યક્રમને સફળ બનાવવા માટે વધુમાં વધુ લોકોને જોડાવવા
જણાવ્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ આવતા મુખ્યમંત્રીને આવકારવા
માટેની તૈયારીઓમાં કચાશ ન રહે તે જોવા જણાવ્યું હતું. ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ
પટેલે કાર્યક્રમ વિશે માહિતી પૂરી પાડી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હંમેશા
કચ્છ માટે ખુલ્લા હાથે ગ્રાન્ટો ફાળવી હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયતના
અધ્યક્ષ જનકાસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ,
નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, જિલ્લા સંગઠનના ડો. મુકેશભાઇ ચંદે, જયંતભાઈ માધાપરિયા,
શીતલભાઈ શાહ, રાહુલભાઈ ગોર, વાલજીભાઇ ટાપરિયા, પ્રફુલ્લાસિંહ જાડેજા, વિજુબેન રબારી, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, શહેર પ્રમુખ મિતભાઈ
ઠક્કર, વિવિધ મોરચાના તાપસભાઈ શાહ, અશોક
હાથી, પરસોત્તમભાઈ પટેલ, આમદભાઈ જત,
માવજીભાઈ ગુંસાઈ, મંડળના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના કાઉન્સિલરો,
મહિલા મોરચાની મહિલાઓ સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત
રહ્યા હતા. સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્યએ તથા આભારવિધિ રાહુલભાઈ ગોરે
કરી હતી તેવું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તથા સહઇન્ચાર્જ
ચેતનભાઈ કતિરાની યાદીમાં જણાવાયું હતું.