દયાપર, (તા.
લખપત), તા. 21 : જિલ્લાના ચાવડા રાજપૂત ક્ષત્રિય ભાયાતોનું કટેશ્વર તીર્થ મધ્યે
તૃતિય સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. ચાવડા રાજપૂતો ભાયાતના 196 વર્ષના ઈતિહાસમાં કચ્છનો સમાવેશ
થાય છે. વાઘમજી ચાવડા લખપતના પાટગઢમાં (હાલનું કટેશ્વર) રાજ કરતા હતા. તેમના સમયમાં
નિર્મિત મહાકાળી મહાદેવનાં મંદિરો જીવંત સાક્ષીરૂપે ઊભાં છે. હાલ ચાવડા-રાજપૂતોની વસ્તી
ગાંધીનગરથી ઉત્તર તરફ મહેસાણામાં વધુ છે. કચ્છમાં 19 ગામમાં તેમનો વસવાટ હોવાનું મિલન બેઠકમાં ચર્ચાયું હતું. ઈન્દુભા ચાવડા,
કુલદીપસિંહ ચાવડા, મદનસિંહ ચાવડા, અજિતસિંહ ચાવડા, શૈલેન્દ્રસિંહ ચાવડા, ગુલાબસિંહ ચાવડા, ગજુભા ચાવડા, દિલીપસિંહ ચાવડાએ હાજરી આપી હતી.