માધાપર, તા. 21 : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ
માધાપર ઘટક દ્વારા રાધેમોહનરાય મંદિરના પાટોત્સવ નિમિત્તે શિવપુરાણ કથાનો પ્રારંભ કરાયો
હતો. વક્તા કશ્યપ શાત્રીજીએ હંમેશાં આપને સત્કાર્યના રસ્તે આવક કરવી જોઈએ તો જ આપના
પરિવારમાં સંસ્કારનું સિંચન થશે. તેવું જણાવ્યું હતું. કથા પ્રારંભે સવારે 9:30 કલાકે બારલા મંદિરથી ઠાકર મંદિર
કથા સ્થળ સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી,
જેમાં આર્ષ અધ્યયન કેન્દ્ર - માધાપરના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી,
લાલ હનુમાન ટેકરી -અંજારના મહંત મનીરામદાસજી બાપુ, રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, મહાસભાના વરિષ્ઠ ઉપપ્રમુખ ડો. મનોજભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી, મહાસભાના ઉપપ્રમુખ બાબુભાઈ અરજણભાઈ પરમાર, માધાપર ઘટક,
મહિલા મંડળ, યુવા મંડળ અને યુવતી મંડળ તેમજ ગ્રામજનોએ
મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ત્યારબાદ સર્વે ગુરુજનો, હોદ્દેદારો
અને સમાજ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી કથાની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ માધાપર ઘટક
પ્રમુખ જેન્તીલાલભાઈ વલમજી વાઘેલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય મહાસભાના
પ્રમુખ અને કથાના પ્રભારી સમાજરત્ન વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં
જણાવ્યું હતું કે, રાધે મોહનરાય ભગવાનના પાટોત્સવ નિમિત્તે સતત
ત્રીજા વર્ષે કથાનું આયોજન કરાયું છે. શિવમહાપુરાણ આયોજનમાં સમાજના સૌ લોકો સંગઠિત
થઇ સહકાર આપે છે તેમનો સમાજવતી આભાર માનું છું.
સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી અને મહંત મનીરામદાસજી બાપુએ આશીર્વચન પાઠવ્યાં
હતાં. ઉપપ્રમુખ બ્રિજેશભાઈ ગોહિલ, મંત્રી દીપકભાઈ ચૌહાણ,
સહમંત્રી દિનેશભાઈ ચાવડા, ખજાનચી મનોજભાઈ ટાંક,
મહિલા મંડળના પ્રમુખ તારાબેન ટાંક, મંત્રી જયશ્રીબેન
ચૌહાણ, કીર્તિકાબેન પરમાર, યુવા મંડળના
પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મંત્રી પાર્થ ચાવડા તથા પીયૂશભાઇ યાદવ,
છોટાલાલભાઈ વરૂએ જહેમત ઉઠાવી હતી,