• શનિવાર, 08 નવેમ્બર, 2025

સમસ્યાથી પીડાતાં કચ્છની ખાસ દરકાર લેવાતી નથી

ગાંધીધામ, તા. 7 : કચ્છમાં અનેક પ્રશ્નો છે. આ વિસ્તારની સમસ્યા ઉકેલવાની દિશામાં ખાસ દરકાર લેવાતી નથી. કચ્છમાં માદક પદાર્થનું દૂષણ, શિક્ષણના પ્રશ્નો, આરોગ્ય વ્યવસ્થા સહિતના પાયાના પ્રશ્નોથી નાગરિકો ત્રસ્ત બન્યા છે, તો બીજા ચૂંટાયેલા પ્રતિનિધીઓનું પણ કોઈ સાંભળતું ન હોવાનું સહિતના ગંભીર આક્ષેપો ગાંધીધામમાં આમ આદમી પાર્ટીના ઉપક્રમે યોજાયેલી સભામાં વિસાવદરના ધારાસભ્યએ જણાવ્યું હતું. નિયત સમય કરતા દોઢ કલાક મોડી શરૂ થયેલી જાહેર સભામાં આપના નેતા અને  ધારાસભ્ય ગોપાલ  ઈટાલિયાએ વર્તમાન સરકાર ઉપર આકરા  પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દંડાનું નહીં, પરંતુ જનતાનું શાસન હોવું જોઈએ. કચ્છ સહિતનાં રાજયના અનેક સ્થળોએ પ્રશ્નોની ભરમાર છે. આટલી સમસ્યાઓ હોવા છતા  કોઈ બોલવા તૈયાર નથી. આમ આદમી પાર્ટીએ જુદા-જુદા વિસ્તારોમાં જઈને લોકોને જાગૃત કરવાનું અભિયાન આરંભ્યુ છે. જનતા  પ્રશ્નો ઉકેલવા માટે અમારા કાર્યકરો અને અમારી પાર્ટી  કામ કરશે. વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કચ્છમાં મીઠાંની લીઝ રિન્યૂ  થવા અંગે સ્થાનિક શિક્ષણ સંલગ્ન હાલાકી, ડ્રગ્સનું દૂષણ, ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવાની જગ્યાએ સરકારમાં કથિત સરઘસ ચાલે છે. 2027ની ચૂંટણીમાં  સરકાર પરિવર્તનનો પવન ફૂંકાશે.  આપની સરકાર ગેરકાયેદસર પ્રવૃત્તિ કરતા ગુંડાઓની હકાલપટ્ટી કરશે તેવી વાત તેમણે કરી હતી.  કાર્યક્રમમાં પૂર્વ કચ્છના પ્રમુખ  ડો. કાયનાત અંસારી આથાએ કહ્યંy હતું કેગાંધીધામમાં વિકાસની પરીભાષા બદલાઈ છે.  સુવિધાઓ વધવાની જગ્યાએ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. લોકોના પ્રશ્નો સાંભળવા અને તેને ઉકેલવાની દિશામાં અમારી કક્ષાએ કાર્ય થઈ રહ્યંy છે. ચૂંટણી પહેલાં મત માગવા આવતા લોકોને અમારી સમસ્યા ઉકેલવા  અંગે સવાલો પૂછવા જોઈએ. પાયાની સવલતો મુદ્દે અનેકો સવાલ ઉઠાવ્યા હતા.કચ્છ ઝોનના કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવીએ કચ્છમાં  કથળતી જતી કાયદો વ્યવસ્થા, ઔદ્યોગિકમાં  સ્થાનિકોને રોજગારી  વિગેરે પ્રશ્નો માટે  કચ્છમાં નબળી નેતાગીરી જવાબદાર હોવાના આક્ષેપો કર્યા હતા. કચ્છના સંગઠનમંત્રી   સંજય બાપટે  કચ્છમાં ગેરકાયદેસર રીતે રણમાંથી મીઠાંની ચોરી,ગૌચર જમીન ખાઈ જવી જેવી બાબતોને ટાંકીને સરકારની ટીકા કરી હતી. કાર્યક્રમમાં કચ્છ લોકસભાના ઈન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, પૂર્વ કચ્છના સંગઠન મંત્રી અભિમન્યુ મહેતા, પૂર્વકચ્છ મહિલા પ્રમુખ દેવકન્યાબેન વરૂ, પશ્ચિમ કચ્છના પ્રમુખ ઝુઝારદાન ગઢવી, રાપરના પ્રમુખ  સુરેશ મકવાણા, મુંદરાના પ્રમુખ ભરત ધેડા, પૂર્વકચ્છના પૂર્વ પ્રમુખ ટી.ડી. દેવરિયા, કિશાન સેલ પ્રમુખ  ભરૂભાઈ ગઢવી, પૂર્વકચ્છ મંત્રી ભગીરથસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પશ્ચિમ કચ્છના પ્રભારી ડો. નેહલ વૈદ્ય તથા રાજુભાઈ સોલંકીએ કર્યું  હતું. - જાહેરસભામાં વિસાવદરમાં કરાયેલાં કાર્ય સહિતના પ્રશ્નો સાથે પૂછાણું : ગાંધીધામના ઝંડા ચોકમાં વિસાવદરના ધારાસભ્ય અને આપના નેતા ગોપાલભાઈ ઈટાલિયાના ચાલુ ઉદ્બોધને નખત્રાણાના નાગરિકે વિસાવદરમાં  કાર્ય કરાયાં અને કેટલા દિવસ સ્થાનિકે રહ્યા તેવા પ્રશ્ન  સાથે  જાહેરમાં પૂછાણુ લીધું હતું, જેના પગલે  ઉપસ્થિત કાર્યકરોએ રોષ જોવા મળ્યો હતો. જાહેરસભામાં પૂછાણુ લેવા મુદ્દે એક તબક્કે વાતાવરણ ગરમાયુ હતું. અલબત્ત શ્રી ઈટાલિયાએ મંચ ઉપર આવીને  પ્રશ્નો પૂછવાની વાત કરી હતી.પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુતર આપતા આપના નેતાએ કહ્યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં ભાજપ સરકારમાં આ પ્રકારે પ્રશ્નો પૂછવાની હિંમત આવી હોય, તો અમારે  રાજકારણમાં આવવાની જરૂરિયાત ન ઊભી થઈ હોય. કચ્છમાં ડ્રગ્સનાં દૂષણ માટે કોણ કેટલા નાણા લે તેવા પ્રશ્નો પૂછવાની અપેક્ષા હતી. પ્રશ્નો પૂછનારાને સત્તાપક્ષના લોકો ચુપ કરાવી દે છે, પરંતુ આમ આદમી પાર્ટી આવ્યા બાદ લોકોમાં પ્રશ્નો પૂછવાની હિંમત આવી હોવાનુ તેમણે ઉમેર્યું હતું.   

Panchang

dd