ગાંધીધામ, તા. 17 : કચ્છના પ્રવેશદ્વાર સમા ગાંધીધામ
નગરે ગુરુગુણોદય કૃપાપાત્ર પૂ. ગણિવર્ય રાજરત્ન સાગરજી મ.સા. સહ પૂ. મુનિ ભાગ્યોદયસાગરજી
મ.સા. આદિઠાણા-8નો ચાતુર્માસ પ્રવેશ વાજતે ગાજતે થયો હતો.
સવારે ભારતનગરથી પ્રયાણ કરી જિનાલયોને જુહાટી લીલાશાહ સર્કલથી નગરજનોએ શણગારેલા બેડા-ગહુડી
અષ્ટમંગલ આલેખી અનેક સુકનવંતી વસ્તુઓથી નગરમાં ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. પ્રવેશ
બાદ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયે સભાખંડમાં પૂ. ગુરુદેવોને આદિને ગુરુવંદન કરી ગણિવર્ય
રાજરત્નસાગરજી મ.સા.એ માંગલિક શ્રવણ કરાવ્યું હતું. એ પૂર્વે વિદ્યાની દેવી શ્રુતદેવી
સરસ્વતી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પાઠશાળાના નાના ભૂલકાંઓએ આવકાર
નૃત્ય તેમજ સંઘની બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યાં હતાં. સંઘ પ્રમુખ ચંપાલાલભાઈ પારેખે
સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપ્યો હતો. પૂ. ભાગ્યોદય સાગરજી મ.સા.એ ચાતુર્માસનો મહિમા
સમજાવતાં ચારમાસમાં વિવિધ તપ-જપ આરાધનાનો જે યજ્ઞ મંડાશે એની વિસ્તૃત માહિતી માર્ગદર્શન
આપ્યાં હતાં. ચાતુર્માસ દરમ્યાન જીવદયા-અનુકંપા-વિવિધ તપ-જપ આરાધના શિબિર વગેરે કરાવવામાં
આવશે. આ પ્રસંગે પૂ. ગણિવર્ય રાજરત્નસાગરજી મ.સા. સાથે મુનિ ભાગ્યોદય-સાગરજી, ભવ્યોદયસાગરજી, પ્રસશોદયસાગરજી,
ગોયમોદયસાગરજી, પદ્મોદય-સાગરજી, ભગવંતોદય- સાગરજી, અહંન્તોદયસાગરજી વાગડ સમુદાયના પૂ.
સા. ચંદ્રકિરણાજી મ.સા. આદિક્ષણા પણ ચાતુર્માસ અર્થે આવ્યા છે. આ પ્રસંગે પૂજ્યનો ગુરુપૂજન
કામળી વહોટાવવાનો તથા સૂત્ર ચરિત્ર જ્ઞાનપૂજનના ચડાવામાં અલગ અલગ દાતાઓએ લાભ લીધો હતો.
બપોરની સાધર્મિક ભક્તિનો લાભ લક્ષ્મીબેન ઠાકરશી ગાલાની પુણ્યસ્મૃતિમાં (માપટવાલા)એ
લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘના મંત્રી જીતુભાઈ છેડાએ કર્યું હતું. કાર્યક્રમને
સફળ બનાવવા માટે સંઘના ટ્રસ્ટીઓ ચંપાલાલભાઈ,
મિતેશભાઈ, મહેશભાઈ, મુલચંદભાઈ,
જિગરભાઈ, હિમાંશુભાઈ, કેતનભાઈ,
રાજેશભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે કચ્છનાં ગામેગામથી તથા મુંબઈ
દેશ-દેશાવરથી અમદાવાદ, માંડવી , અંજાર,
ભુજ, અબડાસા વિસ્તારથી વિવિધ ભક્તો ઉપસ્થિત રહ્યા
હતા.