• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

11 વર્ષ બાદ રેલવેમાં ચૂંટણીનો ધમધમાટ : જંગી મતદાન

ગાંધીધામ , તા. 5 :  રેલવેમાં  કામદાર સંગઠનોની માન્યતા માટેની ચૂંટણી પ્રક્રિયા  આગામી 11 વર્ષ બાદ થઈ  રહી છે. મતદાન પ્રક્રિયા આવતીકાલે પુરી થશે.  કચ્છ સહીત સમગ્ર અમદાવાદ  ડિવિઝનમાં રેલવે કર્મચારીઓ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. 2007 અને 2013 બાદ 2024માં ચૂંટણી યોજાઈ  રહી છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહીતા લાગુ  કરવામાં આવતી હોય છે. ચાર ડિસેમ્બરથી છ ડિસેમ્બર સુધી મતદાન  કરાશે. ગાંધીધામ એરિયામાં ગાંધીધામ ઉપરાંત  ભુજ , અંજાર, મુંદરા અને ભચાઉ સહીત સાત બૂથ ઉપર મતદાન પ્રક્રિયા  જારી છે.  ત્રણ દિવસીય મતદાન દરમ્યાન પ્રથમ દિવસથી જ કામદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ   જણાયો હતો.   કચ્છ એરિયામાં  કુલ 3600 જેટલા મતદાર મતાધિકારનો ઉપયોગ કરી  રહ્યા છે. બે દિવસમાં અંદાજે 72 ટકા જેટલું મતદાન થયું  છે. આગામી તા. 12ના અમદાવાદ ડી.આર.એમ. કચેરી ખાતે મતગણતરી કરવામાં આવશે.આ ચૂંટણીમાં છ  યુનિયનો મેદાનમાં છે. મુખ્ય સ્પર્ધા મજદૂર સંઘ અને એમ્પ્લોઈઝ યુનિયન વચ્ચે છે. એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા અમદાવાદ ડિવિઝનના  મંડલ મંત્રી ઘનશ્યામ યાદવની આગેવાનીમાં ચૂંટણી લડી  રહ્યું છે. યુનિયન દ્વારા  નવી પેન્શન યોજનાનાં સ્થાને જુની પેન્શન  યોજના લાગુ કરવા,  ખાલી પડેલી ત્રણ લાખ જગ્યાઓ ઉપર  ભરતી કરવા,  રેલવેનું ખાનગીકરણ રોકવા સહીતના મુદ્દા ઊઠાવાયા હતા. 104 વર્ષ જુનું સંગઠન નંબર વનનું સ્થાન હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત  કર્યો હતો. પશ્ચિમ રેલવે મજદૂર સંઘ દ્વારા  ડિવિઝનલ સેક્રેટરી આર.એ. ભાટિયાની આગેવાનીમાં નંબર વનનું સ્થાન યથાવત રાખવાની નેમ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.  સંઘ દ્વારા અત્યાર સુધી   કામદારો માટે કરેલા  કાર્યો થકી  પુન: નંબર વન રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd