• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

વેપારને નુકસાન ન થાય તે જો જો : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ કોર્ટ દ્વારા તહેવારની મોસમમાં સેન્ટ્રલ દિલ્હીમાં પ્રદર્શન ઉપર રોક મુકવાની માગણી કરતી અરજી ઉપર સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે સીજેપીના ત્રિરંગા પ્રદર્શન ઉપર તત્કાળ નિર્દેશ આપવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જો કારોબારને નુકસાન થશે તો સંવૈધાનિક અધિકારનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે એમ પણ કહ્યું હતું કે આશા છે કે લોકોમાં સદબુદ્ધિ આવશે અને સમજદારીથી કામ  લેવામાં આવશે. અદાલતે આગળ ટિપ્પણી કરી હતી કે કોઈ વિરોધ પ્રદર્શન કરવા માગે છે, કોઈ મગફળી વેચવા માગે છે અને કોઈ કાયદો વ્યવસ્થા જાળવવા માગે છે. આ તમામ બાબતો પરસ્પર જોડાયેલી છે.  મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાની બેંચે અરજી ઉપર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. સીજેઆઈ સુર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેંચે ટિપ્પણી કરી હતી કે તેઓને આશા છે કે તમામ લોકો સમજદારીથી કામ લેશે. નાના દુકાનદારો માટે આ કમાણીનો સમય છે. તેઓ જાણે છે કે પુરા પરિવારને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  જસ્ટિસ બાગચીએ આગળ ટિપ્પણી કરી હતી કે અમુક લોકો વિરોધ કરવા ઈચ્છે છે તો અમુક લોકો મગફળી વેચવા માગે છે. વધુમાં કોઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માગે છે. આ તમામ બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. જો વેપારને નુકસાન થશે તો અદાલત સંવૈધાનિક અધિકારોનો ઉપયોગ કરશે. જ્યારે નોબત આવશે ત્યારે  મામલો ધ્યાને લેવામાં આવશે.  બેંચે આગળ કહ્યું હતું કે, અરજીને 26 અથવા 27 ઓક્ટોબરના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી શકાય તેમ છે.  સુનાવણી દરમિયાન વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે એમડીએમસીએ ગુરૂવારે મોડી રાત્રે સેન્ટ્રલ પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેનાથી વેપાર કરવો અસંભવ બન્યો હતો. જેના ઉપર જસ્ટિસ બાગચીએ સંકેત આપ્યો હતો કે જો પગલા જરૂર કરતા વધારે હોય તો અદાલત પાસે હસ્તક્ષેપ કરવાનો પુરો અધિકાર છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd