• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કપરાડામાં પોણા દશ ઇંચ વરસાદ

વલસાડ, તા. 4 : છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. આજે પણ દિવસભર સુરત સહિત નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વલસાડના કપરાડા અને સાપુતારામાં અનુક્રમે પોણા દસ અને સાડા નવ ઇંચ તો ધરમપૂરમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે?ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને સ્થાનિકો ઉપરાંત પ્રવાસીઓ ફસાયા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી વલસાડ, સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લમાં મેઘાએ ભારે હેત વરસાવ્યું હતું. ગઈકાલ સાંજે છ કલાકથી આજે સાંજે કલાક સુધી સુરત જિલ્લાના ઓલપાડમાં 94 મીમી, માંગરોળમાં 116 મીમી, ઉમરપાડામાં 230 મીમી, માંડવીમાં 97 મીમી, કામરેજમાં 80 મીમી, સુરત સીટીમાં 66 મીમી, ચોર્યાસીમાં 52 મીમી, પલસાણામાં 101 મીમી, બારડોલીમાં 102 મીમી, મહુવામાં 191 મીમી વરસાદ નોંધાયો છે. ઉકાઈનું રૂલ લેવલ 335 ફૂટ છે હાલ ઉકાઈની સપાટી 331.13 ફૂટ પર પહોંચી છે. ઉકાઇમાં પાણીની આવક 144901 ક્યુસેક છે. વલસાડમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરભરમાં ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ સાપૂતારમાં પડેલા ભારે વરસાદને પગલે સહેલાણીઓ ઠેકઠેકાણે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang