ભુજ, તા. 21 : આજે શહેરમાં ગંજીપાના વડે જુગાર
રમતા ત્રણ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. આજે સાંજે ચાર વાગ્યા આસપાસ બાપા દયાળુનગર
ભૂતેશ્વરના છેવાડે એક ઝૂંપડાંની બહાર ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બી-ડિવિઝન
પોલીસને બાતમી મળતાં દરોડો પાડી જુગાર રમતા કિશન મધુભાઇ રાઠોડ, ચંદુભાઇ શામજીભાઇ પરમાર, તાજુભાઇ નાનજીભાઇ વાઘેલા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 14,500ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની
કાર્યવાહી કરાઇ હતી.