• બુધવાર, 22 જુલાઈ, 2026

ટંકારા બાજુ વિલામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો

ભુજ, તા. 19 : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધુનડા (સ) ગામની સીમમાં આવેલા ઓમ વિલામાં ધમધમતી જુગાર ક્લબ ઉપર બોર્ડર રેન્જે ભુજની ક્રાઇમ-2 પોલીસે સપાટો બોલાવી રોકડા રૂા. 24,31,800 સહિત કુલ રૂા. 44,76,800ના મુદ્દામાલ સાથે નવ ખેલીને ઝડપી લીધા હતા. સરહદી બોર્ડર રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાની સૂચનાના પગલે ક્રાઇમ-2ના પીઆઇ એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ધુનડા (સ) સજનપર રોડ પર પહોંચતાં ખાનગી બાતમી મળી કે, દેવશંકર હિંમતલાલ સીતાણી પોતાના અંગત ફાયદા સારું ઓમ વિલા બંગલા નં. એ-3માં જુગારનો અડ્ડો ચલાવે છે અને હાલ જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીના પગલે ટીમે દરોડો પાડતાં જુગાર રમતા દેવશંકર (મોરબી) ઉપરાંત હાર્દિકભાઇ લાભુભાઇ માકાસણા (ચરાવડા, જિ. મોરબી), જયેશભાઇ કાનજીભાઇ પરસુંબિયા, ઉત્તમભાઇ દલસુખભાઇ ધુમલિયા, નરોત્તમભાઇ વિરજીભાઇ ફેકર, ચેતનભાઇ ધીરજલાલ ચિકાણી, જિજ્ઞેશભાઇ ડાયાભાઇ કાચરોલા (રહે. તમામ મોરબી) અને અરવિંદભાઇ મોહનભાઇ ભીમાણી (ધ્રોલ, જિ. જામનગર) તથા રાજેશભાઇ કરશનભાઇ ભીમાણી (નેસડાસુરજી, તા. ટંકારા, જિ. મોરબી)ને રોકડા રૂા. 24,31,800, નવ મોબાઇલ કિં.રૂા. 46,000, બે ફોર વ્હીલર ગાડી કિં.રૂા. 20 લાખ એમ કુલ રૂા. 44,76,800ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે જુગારધારા તળે ગુના નાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પીએસઆઇ એ.પી. વાઘેલા, એએસઆઇ ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, રસિકભાઇ મનસુખભાઇ પટેલ, હે. કોન્સ. અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા જોડાયા હતા. 

Panchang

dd