• બુધવાર, 22 જુલાઈ, 2026

કિડાણામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સની અટક

ગાંધીધામ, તા. 19 : કિડાણાની સોસાયટી નજીક જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 11,320 જપ્ત કર્યા હતા. કિડાણાની સાવરિયા સોસાયટીની બાજુમાં બાવળની ઝાડીમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી અબ્દુલ રમજાન સિપાઈ, જાકીર હાજીખાન પઠાણ, અલ્તાફ નૂરમહમદ સિપાઈ, સૈયદખાન અબુ સોલંકી, અજરૂદીન નથુ સિપાઈ તથા અજરૂદીન અનવર સિપાઈ નામના શખ્સોને પકડી પાડી રોકડ રૂા. 11,320 હસ્તગત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd