• બુધવાર, 24 જૂન, 2026

પાલારા જેલમાં જેલ સહાયક પર બે કેદીનો તીક્ષ્ણ હથિયારથી હુમલો

ભુજ, તા. 23 : શહેરની ભાગોળે આવેલી પાલારા ખાસ જેલમાં આજે જેલ સહાયક પર બે કેદીએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોઢાં-કાન પાસે ઘા મારતાં દોડધામ થઇ હતી. આ બનાવ અંગે રાતે 10 વાગ્યે બી-ડિવિઝન પોલીસનો સંપર્ક કરતાં ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં જાહેર થયેલી એમએલસીની વિગતો મુજબ આજે સાંજે 4.45 વાગ્યે પાલારા ખાસ જેલમાં જેલ સહાયક પ્રિતેશ શાંતિલાલ વડાવિયા (ઉ.વ. 28) પોતાની ફરજ પર હતા ત્યારે જેલમાંના કાચા કામના કેદી સજ્જનસિંઘ હરિવંશસિંહ રાયસીઘ અને વિજયસિંહ મલકિતસિંહ રાયસીઘે કોઇ તીક્ષ્ણ હથિયારથી પ્રિતેશને ડાબા કાન નીચે ઘા મારતાં તેને ઇજા પહોંચતાં સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

Panchang

dd