• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : બાયડ આયશાબાઈ (ઉ.વ. 64) તે મ. અનવર ઈબ્રાહિમના પત્ની, સાહીદ અનવરના માતા, મુહમ્મદ જુસબ ઈબ્રાહિમ, બાદલ ઈબ્રાહિમ, મ. અઝીઝ ઈબ્રાહિમના ભાભી, બાયડ ઝાહીર આમરના સાસુ, મ. ભટ્ટી આદમ (રામાણિયા)ના પુત્રી, મ. ભટ્ટી અલારખીયા આદમ અને ભટ્ટી રહેમતુલ્લાહ આદમના બહેન તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-9-2026ના બુધવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ : મૂળ ખાવડાના લક્ષ્મીકાંત (શંભુભાઇ) કોટક (ઉ.વ. 74) (લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર) તે સ્વ. હસ્તાબેન ભીમજીભાઇ કોટકના પુત્ર, ગં.સ્વ. જશોદાબેનના પતિ, સ્વ. રતનશી આણંદજી સોતાના જમાઇ, રાખી, મયૂર (લક્ષ્મી ઓઇલ ડીપો), ભાવેશના પિતા, સ્વ. ચંન્દ્રકાંતભાઇ, અમૃતલાલ, દિલીપભાઇ, અરવિંદભાઇ, દમયંતીબેન ધીરેન્દ્ર પોપટના મોટા ભાઇ, મનીષભાઇ રામાણી (આદિપુર), ભાવના, અવનીના સસરા, દક્ષાબેન, જ્યોતિબેન, ઉષાબેન, હર્ષાબેનના જેઠ, મનજીભાઇ, ખીમજીભાઇ, રવિભાઇ, સ્વ. રસિકભાઇ, સાવિત્રીબેન મંગલદાસ ભીન્ડે, લતાબેન રાજેશભાઇ કેસરિયાના બનેવી, પીયૂષ, પાર્થ, અંકિત, રોનક, જિગર, ઉમંગ, દીપા, રૂપલ, પ્રાચી, પ્રિયા, શીતલના કાકા, વંશ, શ્લોક, શનય, રિશીવ, વેદાંશના દાદા, પિનાક, ગૌતમી, માન્યા, રીવાન, સિયારા, અક્ષતા, ઇશાન, શિવાલી, અભિદેવના નાના, હેતલ, હિમાંશુ સોઢા, કુનાલ ધીરેન્દ્ર પોપટના મામા તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-9-2026ના બુધવારે સાંજે 5થી 6 કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, ટાઇમ સ્કવેર પાછળ, કલ્યાણ જ્વેલર્સવાળી ગલી, ભુજ-મિરજાપર હાઇવે, ભુજ ખાતે. (સાદડી રાખેલ નથી.)

ગાંધીધામ : મૂળ વાંકીના હાલે મુલુંડ (વેસ્ટ) કચ્છી બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. મંગળાબેન વીંછી (ઉ.વ. 73) તે સ્વ. શામજી વેલજી વીંછીના પત્ની, સ્વ. વેલજી પેરાજ વીંછીના પુત્રવધૂ, સ્વ. ઈશ્વરલાલ લીલાધર ટાટારિયાના પુત્રી, જગજીવન, સુરેશ, મનોજ, ભાવેન, ચંદ્રેશ, ગં.સ્વ. રીટા મહેન્દ્ર લીયાના મોટા બહેન, ધીરજ, શરદ, જયંત, પ્રદીપના માતા, વંદના, અનિતા, ચંદાના સાસુ, નિધી, મિહીર, નીરજ, પવિત્રાના દાદી, રમણીક વેલજી વીંછી (ભુજ)ના ભાભી, આરતી દિનેશ દુબલ (રામપર વેકરા), શીલા વાસુદેવ ભેડા (ભુજ), વિનય અને દીપકના મોટાબા તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-9-2026ના બુધવારે સાંજે 4થી 5 ગાયત્રી મંદિર, ઓસ્લો સર્કલ, સેકટર-1એ, ગાંધીધામ ખાતે.

અંજાર : શશિકાંત દેવજી રાણા (ઉ.વ. 73) તે દક્ષાબેનના પતિ, એમીશ, એમીના પિતા તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-9-2026ના મંગળવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), વરસામેડી નાકા, અંજાર ખાતે.

મુંદરા : હાલે બેંગ્લોર (કર્ણાટક)ના કંદોઈ બિપિનભાઈ ધનજીભાઈ મકવાણા (ઉ.વ. 59) તે સ્વ. દમયંતીબેન ધનજીભાઈ મકવાણાના પુત્ર, જાગૃતિબેનના પતિ, નીરજ તથા નેહાના પિતા, મયંક સુરેશચંદ્ર પડધરિયાના સસરા, કાયરાના નાના, ધીરજભાઈ (બેંગ્લોર), રાજેન્દ્રભાઈ (ઈરોડ), જીતેન્દ્રભાઈ (સેલમ), પ્રતિમાબેન રમણીકલાલ બજાણિયા (અમદાવાદ)ના નાના ભાઈ, સ્વ. મંજુલાબેન પ્રવીણચંદ્ર વાસરાણી (કરમાળા)ના જમાઈ, મનીષ, નિખિલ, સાગર, પૂનમ, દીપ્તિ, રિયા, જુગલ, શ્વેતાના કાકા, અશ્વિન તથા ઉર્વીના મામા, રાજુ તથા હેતલ (કરમાળા)ના બનેવી બેંગ્લોર (કર્ણાટક) ખાતે તા. 26/09/2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંદરા : મૂળ શેખડિયાના કાનાભાઈ મેઘરાજભાઈ ગઢવી (બઢા) (ઉ.વ. 36) તે પરેશ ગઢવીના ભાઈ, રામઈબેનના પુત્ર, સામંતભાઈ રાણશીભાઈ ગઢવીના ભત્રીજા તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી બે દિવસ તા. 29, 30-9ના અને ઉત્તરક્રિયા (પાણી) તા. 10-10-2026ના શનિવારે નિવાસસ્થાને વસંત હેરિટેજ, હિંગલાજ બે, સ્વામિનારાયણ મંદિર-બારોઈ રોડ, મુંદરા ખાતે.

માંડવી : ગોવિંદભાઇ કષ્ટા (ઉ.વ. 73) તે સ્વ. વાલીબેન પોપટભાઇ કષ્ટાના પુત્ર, કમલાબેનના પતિ, ચેતનાબેન, ધર્મેશભાઇ, સાગરભાઇના પિતા, આરતીબેન, દિલીપભાઇ જેન્તીલાલ મોતાના સસરા, નીલેશભાઇ, હરેશભાઇ, સ્વ. ભગવતીબેન અરજણભાઇ જેઠવા, જ્યોત્સનાબેન વીરજીભાઇ બાલાપરિયાના ભાઇ, સરોજબેન, જ્યોતિબેનના જેઠ, સ્વ. મેનાબેન કાનજીભાઇ રાઠોડના જમાઇ, મેઘના મોનીષભાઇ શિયાળવાળા, અમિત, સ્વ. લાલો, સ્વ. નીરવ, સ્વ. આશાના મોટાબાપા, દીર્ઘ, આયૂષીના નાના, પૂર્વના દાદા તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-9-2026ના મંગળવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.

નખત્રાણા : વાળંદ તુલસીદાસ વાલજીભાઈ ચૌહાણ (ઉ.વ. 66) તે વાલજી વેલજી ચૌહાણના પુત્ર, મંજુલાબેનના પતિ, હાર્દિક, વિવેક, નીતાબેન પ્રવિણભાઇ ભટ્ટી, આરતીબેન વિવેકભાઈ રાઠોડના પિતા, સ્વ. રવજી વેલજી ચૌહાણ, સ્વ. મીઠુ વેલજી ચૌહાણ, સ્વ. ગાવિંદ વેલજી ચૌહાણના ભત્રીજા, સ્વ. દેવજીભાઈ (ઉકાભાઈ), કરસનભાઇ (ગાભાભાઈ) સ્વ. બેબ્લાબેન મીઠુભાઈ રાણવાના નાના ભાઈ, સ્વ. કાનજી રામજી ભટ્ટી (નલિયા)ના જમાઈ, સ્વ. મણિલાલ દિનેશભાઈ, રતિલાલ, રમેશભાઈના બનેવી, સ્વ. વિશનજીભાઇ, સ્વ. ઈશ્વર (બુધીલાલ), સ્વ. રામજીભાઈ, જેન્તીલાલ, કાંતિલાલ, સ્વ. અરજણભાઈ, સ્વ. મમુભાઈ, સ્વ. રામજીભાઈ (બાબુલાલ) પ્રેમજીભાઈ, વિશ્રામભાઈના પિતરાઈ ભાઈ, વેદી, ઓમના દાદા, પરી, રિયાન્સના નાના તા. 28-09-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી-બેસણું તા. 30-09-2026ના બુધવારે બપોરે 3થી 5 વાળંદ સમાજવાડી, નખત્રાણા ખાતે.

રાપર : વિકી (વૈભવ) શાન્તિલાલ પુંજ (ઉ.વ. 35) તે ગં.સ્વ. સંધ્યાબેન રમેશભાઇ પુંજના પુત્ર, સ્વ. સ્વરૂપીબેન શાન્તિલાલ ચત્રભુજ પુંજના પૌત્ર, સ્વ. રાજન, બિનલના ભાઇ, દર્શિતાજી મહાસતીજી, હર્ષિતાજી મહાસતીજી, વિયુક્તિજી મહાસતીજીના સંસાર પક્ષે ભત્રીજા, સ્વ. અરવિંદભાઇ, હસમુખભાઇ, અશોકભાઇ પુંજના ભત્રીજા તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : આકાશ અશોકભાઇ પુંજ-88662 74402.

સુખપર (તા. ભુજ) : જોગી મનીષકુમાર (ઉ.વ. 31) તે હેમલતાબેન ગોવિંદ બિજલના પુત્ર, બિજલ વેલા (નિરોણા)ના પૌત્ર, ઉમેશ, સુનીલના ભાઇ, હિતિક્ષાબેનના પતિ, પ્રતિક્ષા, માધવના પિતા, સ્વ. સાલે વાલા ભીલ (ઢોરી)ના દોહિત્ર, લધારામ સાલેભાઇના ભાણેજ, દામજી બિજલ (નિરોણા)ના ભત્રીજા તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2026ના સાંજે 5થી 6 મફતનગર, પંચમુખા હનુમાન મંદિર પાસે, સુખપર (ભુજ) ખાતે.

બળદિયા (તા. ભુજ) : મેઘબાઈ કાનજી મુછડિયા (ઉ.વ. 98) તે સ્વ. કાનજી વેલજી મૂછડિયાના પત્ની, ખીમજીભાઈ, મંજુલાબેન, જશુબેનના માતા, મુકેશ, પરવીનના દાદી, માનબાઇ, સ્વ. જીવાબેન, કરમશી વેલજી, સ્વ. ખેંગાર વેલજીના ભાભી, મંજુલાબેન, સ્વ. નરેશભાઈ, રમેશ, વિનેશ, નવીન, રાજુ, જીતુ, બાબુલાલ, દિલીપ, કાંતિના મોટીમા, દીપેન, વિકાસ, સાહિત્ય, સોમ્ય, જીયા, ખુશી, દિયા, નાયરા, હેત, ઇસા, દીવેનના દાદી, રિદ્ધિ જયના પરદાદી તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. તા. 1-10-2026ના બારસ સત્સંગ રાતના, બીજા દિવસે સવારે 6 કલાકે ઘડાઢોળ પાણીયારું નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા ખાતે.

દરશડી (તા. માંડવી) : ગંગાબેન હાજાભાઇ સંઘાર (ચંદ્રોગા) (ઉ.વ. 70) તે હાજાભાઇના પત્ની, સ્વ. ધનબાઇ ચનાભાઇ સંઘાર (ભર્યા)ના પુત્રી, સ્વ. સોનબાઇ મીઠુભાઇ સંઘાર (ચંદ્રોગા)ના પુત્રવધૂ, સ્વ. રામજીભાઇના નાના ભાઇના પત્ની, ગં.સ્વ. જાનબાઇ, ખીમજીભાઇ, કાનબાઇ, ગં.સ્વ. ગોરબાઇ, કલ્યાણભાઇના ભાભી, દેવજી, સ્વ. પ્રેમિલા, મંજુ, હરેશના માતા, ડમીબાઇ, જયશ્રીબેન, ભાવેશભાઇના સાસુ, હેતલ, મિત્તલ, નીતિન, વીર, હર્ષિતના દાદી તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29, 30 અને 1-10 (ત્રણ દિવસ) નિવાસસ્થાને મોરા ફળિયું, દરશડી (તા. માંડવી) ખાતે.

કોટાયા (તા. માંડવી) : ગઢવી ભાણબાઇબેન સેડા (ઉ.વ. 86) તે વીરા ડોસલ સેડાના પત્ની, નાગશી, હરદાસ, વાલજીના ભાભી, ખેરાજ, કરશન, ધનરાજ, લક્ષ્મી, મેઘબાઇ, માલશ્રીના માતા તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કોટાયા ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 7-10-2026ના બુધવારે તે જ સ્થળે.

મોટી ખાખર (તા. મુંદરા) : ભટ્ટી હાજી રમઝાન અલીમામદ (ઉ.વ 81) તે મ. સતાર, લતીફ (ઇએક્સ-આર્મી-તલાટી), ગની (ઇએક્સ-આર્મી)ના પિતા, ફિરોજ, આશિક (આર્મી), સાવનના દાદા, ઓસમાણ ભચુ બાયડ, નૂરમામદ ભચુ બાયડ (સુખપર-રોહા)ના ભાણેજ, મ. અલારખિયા ફકીરમામદ બાયડ (પીડબલ્યુડી)ના સાળા, અબ્ધરેમાન, મામદ, અબ્દુલ્લાના મામા, મ. ફકીરમામદ, મ. ઈસ્માઈલ, મ. જરાર, મ. ઈબ્રાહિમ, મ. ઓસમાણના ભત્રીજા, ગની ભટ્ટી (મગવાણા), આધમ બાયડના સાઢુભાઈ, ફકીરમામદ બાયડ, આદિલ જુનેજાના દાદાસસરા, તૈમુરઅલીના પરદાદા તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-9-2026ના બુધવારે સવારે 10 વાગ્યે હાજીપીર કંપાઉન્ડ, મોટી ખાખર ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલ કરાટગી (કર્ણાટક) ડાહીબેન જેઠાલાલ બાથાણી (પોકાર) (ઉ.વ. 96) તે દેવજીભાઇ, અરજણભાઇ, નારણભાઇ, જયાબેન (બેંગ્લોર), ભગવતીબેન (અંગિયા), જશુબેન (ગુણાતીતપુર)ના માતા, નીલેશ, દક્ષા, આશિષ, પ્રકાશ, જયેશ, સરોજ, નયના, પાર્થ, મેહુલના દાદી, દેવ, રુહી, ખુશ્વી, રામના પરદાદી તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 29-9-2026ના સવારે 8થી 10.30 પાટીદાર સમાજ, વિરાણી મોટી ખાતે.

જિયાપર (તા. નખત્રાણા) : મણિબેન પોકાર (ઉ.વ. 75) તે સ્વ. અબજીભાઈ માવજીભાઈ પોકારના પત્ની, વિનોદભાઈ, હંસાબેન (વડોદરા), પીયૂષભાઈ, તુલસીભાઈના માતા, સ્વ. પરબતભાઈ, વસંતભાઈ, શાંતાબેન (સુખપર), મંજુલાબેન (નાસિક), વનિતાબેન (દેશલપર)ના ભાભી, તારાબેન, ત્રિવેણીબેન, રેખાબેન, મોહનલાલ ઠાકરાણી (ભડલી)ના સાસુ, ગં.સ્વ. ગંગાબેન, લીલાબેનના જેઠાણી, પ્રિન્સી, દિવ્ય, હેત, જીલ, પરીના દાદી, સ્વ. દેવજીભાઈ ભીમજીભાઇ પારસિયાના (મણિપર)ના પુત્રી તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 29-9-2026ના મંગળવારે સવારે 9 વાગ્યે  નિવાસસ્થાનેથી નીકળશે.

જડોદર (તા. નખત્રાણા) : મંધરા અમીનાબાઈ (ઉ.વ. 76) તે મ. હારૂનના પત્ની, અલીમામદ, મ. ઇસ્માઇલ, અબ્દુલગની, મ. લુકમાનના માતા, રાઠોડ ઓસ્માણગનીના સાસુ, મ. મંધરા સુલેમાન ઇબ્રાહિમ, મંધરા મુસાભાઇ, સમેજા અબ્દુલ્લાહ હુશેન, મ. મંધરા આદમ ઇબ્રાહિમના બહેન, અરબાજ, સોહેલ, ફેઝલ, સલમાન, અયાનના દાદી, રાઠોડ અમનના નાની તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-10-2026ના સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, જડોદર (કોટડા) ખાતે.

બિટ્ટા (તા. અબડાસા) : બ્રહ્મક્ષત્રિય દેવેન્દ્ર શનિશ્ચરા (ઉ.વ. 82) તે સ્વ. ઝવેરબેન લાલજી શનિશ્ચરાના પુત્ર, પાર્વતીબેનના પતિ, મહેન્દ્ર લાલજી શનિશ્ચરા, સ્વ. શાંતાબેન હંસરાજ નિર્મલ (બાયઠ), મુક્તાબેન ત્રિકમદાસ સોનેજી (મોડકુબા), સ્વ. લક્ષ્મીબેન નારાણજી નિર્મળ (બાયઠ), ગોદાવરીબેન ધીરજલાલ સોનેજી (અમદાવાદ), મંજુલાબેન મુળજી સોનેજી (નલિયા), ભગવતીબેન કાંતિલાલ ગણાત્રા (મુલુંડ), જયાબેન લક્ષ્મીકાંત છાટબાર (મુલુંડ)ના ભાઈ, છાયાબેન મહેન્દ્ર શનિશ્ચરાના જેઠ, નિકેત, શુભમના મોટાબાપા, ગં.સ્વ. સવિતાબેન ઉમરશી ટાટારીયા (લક્ષ્મીપર-તરા)ના જમાઈ, સ્વ. ખીમજી મંગલદાસ શનિશ્ચરા, મનસુખના પિતરાઈ ભાઈ તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-9-2026ના બુધવારે બપોરે 3.30થી 4.30 લોહાણા મહાજનવાડી, બિટ્ટા ખાતે.

નલિયા (તા. અબડાસા) : ભજીર રાબિયાબાઇ બુઢા (ઉ.વ. 68) તે ભજીર હુશેન બુઢાના બહેન, ઇબ્રાહિમ, આમદના ફઇ તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-9-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ભજીર ફળિયા, કોઠાપીર કમ્પાઉન્ડ ખાતે.

પાનધ્રો (તા. લખપત) : સોઢા નંદુબા લાખિયારજી તે નવલાસિંહ લાખિયારજીના માતા, માનસંગજી ભગુજી, વાઘજી ભગુજી, હિંમતાસિંહ શેરાજી, રતનજી શેરાજી, હઠુભા શેરાજી, રાણુભા નારણજી, ખેતુભા નારણજી, જાડેજા ગજુભા ભીભાજી, જાડેજા વાઘજી નારણજી, જાડેજા રાણુભા વેશલજી, જાડેજા ચનુભા માધુભાના કાકી, પ્રહલાદાસિંહ નવલાસિંહ, રણજિતાસિંહ અજુભા, બળવતાસિંહ માનસંગજી, વિરેન્દ્રાસિંહ હિંમતાસિંહ, રાણુભા અજુભા, પ્રદીપાસિંહ વાઘજી, નટુભા અજુભા, જુવાનાસિંહ પ્રેમસંગજી, સુરૂભા વાઘજી, કનુભા અજુભા, સમરતાસિંહ રતનજી, રવિરાજાસિંહ વાઘજી, વિજયરાજાસિંહ વાઘજી, રવિરાજાસિંહ રતનજી, હાર્દિકાસિંહ હઠુભા, પ્રતાપાસિંહ રાણુભા, નિતુભા રાણુભા, વંશરાજાસિંહ પ્રહલાદાસિંહ, નિકુલાસિંહ બંળવતાસિંહ માનસંગજી, આદિત્યરાજાસિંહ પ્રદિપાસિંહ, રામાસિંહ બંળવતાસિંહ, સૂર્યદિપાસિંહ વિરેન્દ્રાસિંહ, જયદીપાસિંહ જુવાનાસિંહ, યુવરાજાસિંહ જુવાનાસિંહ, અરાવિંદાસિંહ સુરૂભા, વિરેન્દ્રાસિંહ સુરૂભાના દાદી, જાડેજા અજયાસિંહ સ્વરૂપાસિંહ (નાના રેહા)ના નાની, વિક્રમાસિંહ તખુભા, બહાદુરાસિંહ તખુભા, વિપુલાસિંહ નાનુભા, દિલીપાસિંહ નાનુભા (વડવા-કાંયા)ના ફઈબા તા. 27-9-2026ના અવસાન પામેલ છે. આગરીની રાત તા. 7-10-2026ના, ઘડાઢોળ તા. 8-10-2026ના નિવાસસ્થાન પાનધ્રો ખાતે.

ગુણાતીતપુર (તા. ભચાઉ) : રવજીભાઈ કાનજીભાઈ છાભૈયા (ઉ.વ. 68) તે સ્વ. હીરાબેનના પતિ, પરષોત્તમભાઈ, રમેશભાઈ, પ્રેમિલાબેન (નખત્રાણા)ના પિતા, કલ્પનાબેન, હેમલતાબેન, સ્વ. મોહનભાઈ વેલજીભાઈ મેપાણી (નખત્રાણા-નવાવાસ)ના સસરા, નંદની, હિતિશા, યશ્વી, સ્મિત, ચાર્મી, નીરના દાદા, વિશ્રામભાઈ, નાનજીભાઈ, ખીમજીભાઈ, જેન્તીભાઈ, વિનોદભાઈ, પાર્વતીબેન (ભુજ), નર્મદાબેન (ભુજ), વસંતાબેન (ગુણાતીતપુર), હંસાબેન (મેઘપર)ના ભાઈ તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 29-9-2026ના મંગળવારે સવારે 8થી 10.30 પાટીદાર સમાજવાડી, ગુણાતીતપુર ખાતે.

નાસિક (મહારાષ્ટ્ર) : મૂળ અકરી મોટી (તા. અબડાસા)ના નાથાલાલ હરિરામ ગણાત્રા (ઉ.વ. 73) તે સ્વ. માણેકબેન હરિરામ ગણાત્રાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, સ્વ. ભાણજી કલ્યાણજી દાવડા (વાયોર)ના જમાઈ, સ્વ. મનીષ, ધર્મેશ, અલકાબેન સચિનકુમાર તન્નાના પિતા, ગીતાબેન ધર્મેશભાઈ ગણાત્રા, સચિનકુમાર વિઠ્ઠલદાસ તન્નાના સસરા, કિઆ ધર્મેશભાઈ ગણાત્રાના દાદા, હર્ષિતા સચિનકુમાર તન્નાના નાના તા. 28-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-9-2026ના મંગળવારે સાંજે 4થી 5.30 કચ્છી લોહાણા મહાજન વાડી, ડિંડોરી રોડ, પંચવટી, નાસિક ખાતે.

લુણીના દિપ્તી (દીના) ધરોડ (ઉં. 69)   તે અરાવિંદના પત્ની. વેલબાઇ ઉમરશી ઘેલાભાઇ ધરોડના પુત્રવધુ. ઝવેરબેન તલકશી કેશવજી કેનીયાના પુત્રી. ફાલ્ગુની (રીટા), અંકિતના માતા. મનસુખ, મહેશ, ભારતી, પ્રીતી (હર્ષા), સ્વ. કુસુમ, મંજુલા, ઉર્મીલા, પ્રવિણ ખીમજી, શાંતીલાલ ખીમજીના બહેન અવસાન પામ્યા છે.

મોટા લાયજાના ડુંગરશી ગાંગજી ગડા (ઉં. 79)   તે કાનબાઈ ગાંગજીના પુત્ર. મણીકાન્તાના પતિ. જીજ્ઞા, ભારતીના પિતા. જયા, ચંદન, સુશીલા, પંકજના ભાઈ. સરસ્વતીબેન ગાવિંદજી કારાણીના જમાઈ અવસાન પામ્યા છે.

પ્રતાપુરના વિમળાબેન પ્રેમજી (મંગલ) વિછીવોરા (ઉં. 73) તે દેવકાંબેન કાનજીના પુત્રવધુ. નીપા (મયુરી), દિગેશના માતા. જેઠીબાઈ પાસવીરના પુત્રી. મણીબેન કેશવજી, મઠાંબેન દામજી, લક્ષ્મીબેન વીશનજી, નાનબાઈ હરખચંદ, દમયંતી અમૃતલાલના બેન અવસાન પામ્યા છે.

બિદડા (દખણો ફરીયો)ના નિરંજના ગાલા (ઉં. 69)  તે વેલબાઈ ટોકરશી મેઘજીના પુત્રવધુ. સ્વ. હિંમતના પત્ની. રોહન, ઉર્વીના માતા. લીલબાઈ કેશવજી ચના દેઢિયાના પુત્રી. પ્રેમજી, શાંતિલાલ, પોપટ, કાંતિલાલ, વસનજી, નેમચંદ, મણીલાલ, નિર્મળા બિપીન ભવાનજી, સ્વ. ચંદન, કલ્પના ધનસુખ પ્રેમજી, વનિતા હરેશ લાલજીના બેન અવસાન પામ્યા છે.

નાના રતડીયાના દેવચંદ ગડા (ઉં. 80)  તે લક્ષ્મીબેન પ્રેમજીના પુત્ર. ચંપાબેનના પતિ. ગીરીશ, કમલેશના પિતા. રાયશી, મોહનલાલ, કેશવજી, લીલાવંતી, પુષ્પા, હેમલતાના ભાઇ. વાલબાઇ લાલજી ડાયાના જમાઇ અવસાન પામ્યા છે.

(સૌ. : કવીઓઁ જૈન ખબરપત્રિકા)

Ram Katha

Vyapar Utsav

Panchang

dd