• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ભુજમાં રિક્ષાવાળો ગાંજા સાથે જબ્બે

ભુજ, તા. 28 : શહેરના વાણિયાવાડ રિક્ષા સ્ટેન્ડ પાસેથી રિક્ષાવાળાને માદક પદાર્થ ગાંજા સાથે પોલીસે ઝડપી પાડયો હતો.  ગઈકાલે એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે વાણિયાવાડ રિક્ષા સ્ટેન્ડ, જલદીપ હોટેલ પાસેથી રિક્ષાવાળા રફિક ઈશબ જુણેજા (રહે. સંજોગનગર)ને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 89 ગ્રામ કિં. રૂા. 4450 અને રિક્ષા નં. જી.જે.- 01-ડી.યુ.-5058 કિં.રૂા. એક લાખ અને એક મોબાઈલ કિં.રૂા. 2500 તથા રોકડા રૂા. 110ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તે અંજારમાંથી અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd