નવી દિલ્હી, તા. 28 : એશિયન ગેમ્સમાં
સોમવારે મહિલાઓની 400 મીટર વિઘ્નદોડમાં
કાંસ્યચંદ્રક જીતીને 42 વર્ષ જૂનો
પી.ટી. ઉષાનો વિક્રમ તોડી નાખ્યો હતો. તામિલનાડુના કોઈમ્બતુરની ટ્રક ડ્રાઈવરની 28 વર્ષીય પુત્રી વિથ્યાએ 54.75 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી.
પી. ટી. ઉષાએ 1984માં લોસ એંજલેસ ઓલિમ્પિકમાં
55.42 સેકન્ડમાં દોડ પૂરી કરીને રચેલો
વિક્રમ રામરાજે આજે તોડી નાખ્યો હતો. એ પણ ઉલ્લેખનીય છે કે, 2023માં હાંગ્ઝોઉમાં
એશિયન ગેમ્સ દરમ્યાન વિથ્યાએ પી. ટી. ઉષાના પપ.42 સેકન્ડના રેકોર્ડની બરાબરી કરી હતી. વિથ્યાની બહેન નિત્યા પણ
રમતવીર છે. વિથ્યા રામરાજ ભારતીય રેલવેમાં ફરજ બજાવી રહી છે.