• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

હાર બાદ પીવી સિંધુની ભાવુક પોસ્ટ

નવી દિલ્હી, તા. 28 : બે વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ પી વી સિંધુએ એશિયન ગેમ્સની વિમેન્સ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ચેન યુફેઈ સામે પરાજય બાદ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. સિંધુએ નિરાશા વ્યક્ત કરતા લખ્યું કે તે જીતથી માત્ર 3 પોઇન્ટ દૂર હતી. નિર્ણાયક સમયે લાંબી રેલીઓમાં તક ગુમાવવાનું તેને ભારે દુ:ખ છે અને તે સતત એ ત્રણ પોઇન્ટ્સ વિશે જ વિચારી રહી છે. 2014થી શરૂ થયેલી પોતાની એશિયન ગેમ્સની સફર યાદ કરતા તેણે કહ્યું કે, મેં ભારત માટે મારું સર્વસ્વ આપ્યું છે. ગર્વ કરવા માટે ઘણાં કારણો છે અને માત્ર એક નિરાશાજનક પરિણામ મારી આ સફરને વ્યાખ્યાયિત કરી શકે નહીં. મોડી રાત સુધી જાગીને સમર્થન આપનાર તમામ ચાહકોનો આભાર માનતા સિંધુએ ભવિષ્યમાં ફરીથી મજબૂત પ્રયાસ કરવાનો અને વાપસી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd