• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

શેરબજારમાં કડાકાથી 7.52 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હી, તા. 28 (પીટીઆઈ) : યુએસ 10 વર્ષીય ટ્રોઝરી બોન્ડના યીલ્ડ વધીને 5.226 ટકા, તો 30 વર્ષના યીલ્ડ 5.535 થઇ જતાં રોકાણો ઇમર્જીંગ માર્કેટ્સમાંથી પાછા ખેંચાઇ યુએસ ભણી જવાની ભીતિ, ડોલર ઇન્ડેક્સ સુધારીને 101.20 થયાની અસર, ક્રૂડતેલના ભાવ 100ને પાર કરવા સાથે એનએસઇમાં  મંગળવારે એફએન્ડઓની માસિક એક્સપાયરી અને ભૌગોલિક-રાજકીય નિશ્ચિતતાઓ સહિતના કારણે સોમવારે સપ્તાહના પહેલા જ દિવસે શેરબજાર લાલચોળ થયું હતું. સોમવારે સેન્સેક્સ 1,124.02 અંક (1.52 ટકા) ઘટીને 72,771.72 પર બંધ થયો હતો, જે 30 માર્ચ, 2026 પછીનું તેનું સૌથી નીચું બંધ સ્તર છે, જ્યારે નિફ્ટી 360.25 અંક (1.56 ટકા) ઘટીને લગભગ છ મહિનાની નીચી સપાટી 22,780.25 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી  1.99 ટકા ગુમાવી 1109 તૂટી 54472 બંધ થયો હતો. આ કડાકાથી રોકાણકારોની સંપત્તિમાં રૂા. 7.52 લાખ કરોડનો ઘટાડો થયો હતો. રૂપિયો ડોલર સામે 28 પૈસા નબળો પડી 96.03 પર અટક્યો હતો. આ સમયગાળા દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિ વધુ કડક બનાવવામાં આવશે તેવા સંકેતોની પણ બજારના મનોભાવ પર નકારાત્મક અસર પડી હતી. ગયા મહિને 27 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 30-શેર ધરાવતો બીએસઈ સેન્સેક્સ 4,161.87 પોઈન્ટ (5.40 ટકા) ગગડ્યો છે. તે જ રીતે 50-શેર ધરાવતો એનએસઈ નિફ્ટી પણ 1,310.6 અંક (5.44 ટકા) તૂટ્યો છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં 17,17,487.02 કરોડનો ઘટાડો થયો હતો અને તે ઘટીને 4,74,36,620.19 કરોડ થઈ ગઈ હતી. વૈશ્વિક મેક્રો-આર્થિક પરિસ્થિતિઓ બગડવાને કારણે રોકાણકારોમાં વધતી જતી સાવચેતી વચ્ચે બજારે એક મહત્ત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સપોર્ટ લેવલ તોડ્યું અને `િબયર્સ'નું વર્ચસ્વ મજબૂત રહ્યું હતું. વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક ગણાતા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 4 ટકાનો ઉછાળો આવ્યો અને તે પ્રતિ બેરલ 108.3 યુએસ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. નિફ્ટીના ટોપ પાંચ લુઝર્સમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હેકલ્સ 3.00 ટકાના મૂલ્યહ્રાસે રૂા. 281.75 અને અદાણી એન્ટરપ્રાઇસીસ 2.93 ટકા ગુમાવી રૂા. 2831.10 બંધ હતા. જીયો ફાઇનાન્સીયલ સર્વીસીસ 2.86 ટકા ઘટી રૂા. 220.50, પાવરગ્રીડ 2.94 ટકાના લોસે રૂા. 261.85 અને લાર્સન 2.83 ટકાના નુક્સાને રૂા. 3766.40ના સ્તરે વિરમ્યા હતા, જ્યારે ત્રણ જ શેર ગેઇનર્સમાં હતા. ડૉ. રેડ્ડીઝ 1.67 ટકાના ગેઇને રૂા. 1221, ઇન્ફોસીસ 0.30 ટકા સુધરી રૂા. 1003.20 અને એચડીએફસી લાઇફ 0.11 ટકા વધી રૂા. 531.60 બંધ હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd