• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર (હાલ કોલકાતા) નંદિતાબેન તે સ્વ. ગિરીશભાઈ છાયાના પત્ની, સ્વ. વિનાયકરાય મુગટરામ છાયાના પુત્રવધૂ, કરિશ્મા, દિશાના માતા, સ્વ. અશોકભાઈ, સ્વ. વિદ્યુતભાઈ, ભાવેશભાઈ છાયા (પેનાસોનિક-ભુજ), સ્વ. નલીનીબેન ભાલચંદ્ર બૂચ, સ્વ. જયશ્રીબેન રસીલાલ વૈષ્ણવ, મંદાબેન રમેશભાઈ માંકડ, સુધાબેન જગદીશભાઈ હાથી, ભાવનાબેન કિરણભાઈ વોરા તથા હીનાબેન દિગંત અવાસિયાના ભાભી, સંગીતાબેન વી. છાયા, ફાલ્ગુનીબેન ભાવેશ છાયાના જેઠાણી તા. 26-9-2026ના કોલકાતા ખાતે અવસાન પામ્યા છે. (લોકિક વ્યવહાર બંધ રાખેલ છે) સંપર્ક ભાવેશભાઈ છાયા 94092 02205. 

ભુજ : હેમંતભાઈ ત્રિભુવનભાઈ ઠક્કર (ભગદે) (ઉ.વ. 61) તે સ્વ. ત્રિભુવનભાઈ મણિલાલભાઈ, ગં.સ્વ. મુક્તાબેનના પુત્ર, ગં.સ્વ. મુક્તાબેન, મણિલાલભાઈના પૌત્ર, રાજેશભાઈ, દેવ્યાનીબેન, અલ્પાબેનના ભાઈ, ભારતીબેનના પતિ, હર્ષ, વિરાજના પિતા, હેતલ, હર્ષના સસરા તા. 26-09-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 27-09-2026ના રવિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન મકાન નં.-175, ગાયત્રી ગરબી ચોક, જૂની રાવલવાડી, ભુજથી નીકળશે.

ભુજ : કમલા જોષી (વાલાણી) (ઉ.વ. 69) તે સ્વ. પ્રેમકુંવર પુરૂષોત્તમ જોષી (ભદ્રેશ્વર)ના પુત્રવધૂ, સ્વ. થારીબાઈ પીતાંબરદાસ બોધા (પાલી રાજસ્થાન)ના પુત્રી,  સ્વ. પ્રવિણભાઇ પરસોત્તમભાઈ જોષીના પત્ની, આશિષ પ્રવિણભાઇ જોષીના માતા,  દુર્ગાબેન જયંતીભાઈ જોષી, સ્વ. પરમેશ્વરી હિરાનંદ જોષી, સ્વ. પ્રભાવિત પુરૂષોત્તમ જોષી, ગુણવંતીબેન ગાવિંદભાઈ જોષી, જ્યોત્સના જિતેન્દ્ર જોષીના ભાભી, સ્વ. માણેકલાલ બોડા, લક્ષ્મણદાસ બોડાના ભત્રીજી, સ્વ. વામનભાઇ, સ્વ. શ્યામલાલ, સ્વ. ઈશ્વરલાલ, હેમંતભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, સ્વ. પદ્મદેવી, સુનંદાબેન, સાવિત્રીબેન, વિદ્યાબેન, ભારતીબેનના બહેન, પ્રભાબેન, મોહિનીબેન, નલિનીબેન, જયશ્રીબેન, હંસાબેનના નણંદ, આશા, અમર, આનંદના કાકી તા. 26-9-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-9-2026ના સાંજે 5થી 6 રસિક કતીરા પાર્ટી પ્લોટ એસી હોલ, ભુજ લોહાણા મહાજનવાડી ખાતે.

ભુજ : સુમરા ફાધલ સાધક ઉર્ફે પોડા (ઉ.વ. 58) તે કાસમ, અબ્દુલ્લાહ, અલાઉદ્દીન, નવાઝ અબ્દુલ્લાહના ભાઈ, વસાયા સુમારના ભાણેજ તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 27-9-2026ના માલધારીવાસ, કોડકી રોડ, કાંતિ મીલ સામે સુમરાવાસ ખાતે.

ગાંધીધામ : મૂળ ચંદિયાના લધારામ કાનજીભાઇ મહેશ્વરી (ઉ.વ. 74) તે લક્ષ્મીબેનના પતિ, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. પરબતભાઇ, સ્વ. તેજપાલભાઇ, અતુલભાઇના ભાઇ, માયાબેન, દિનેશભાઇ, જિતેન્દ્રભાઇના પિતા, સુનિતાબેન, કલ્પનાબેનના સસરા,  ધ્રુમિત, કાર્તિક, જયમીતના દાદા, સ્વ. તોલારામ નથુભાઇ સોંધરાના જમાઇ તા. 25-9-2026ના અવસાન  પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 27-9-2026ના રવિવારે આગરી (દિયાડો) તથા તા. 28-9-2026ના સોમવારે ઘડાઢોળ (પાણી) પ્લોટ નં. 424, સેક્ટર-7 ખાતે.

નખત્રાણા મોટા : હાલે હૈદરાબાદ કડવા પાટીદાર ત્રિલોક રસીકલાલ ધનાણી (રામાણી) (ઉ.વ. 35) તે વનીતાબેન રસીકલાલ ધનાણીના પુત્ર, ધનાણી હીરાલાલ હંસરાજના પૌત્ર, મહેન્દ્રના નાના ભાઇના પુત્ર, સુનીલભાઇના ભત્રીજા, રાધિકાબેન (હૈદરાબાદ)ના ભાઇ તા. 25-9-2026ના  અવસાન પામ્યા છે. સાદડી બેસણું તા. 27-9-2026ના બપોરે 3.30થી 5 સતી રૂડીમા સ્થાનક, નખત્રાણા ખાતે.

દેશલપર (વાંઢાય) (તા.ભુજ)/વડોદરા : કોમલબેન આકાશભાઇ કંસારા (ઉ.વ. 38) તે હિરાબેન નરોત્તમભાઈ કેશવજી સાકરિયા (દેશલપર)ના પુત્રી, દિવીશાના માતા, મનોજ, સચિન, અનિતાબેન કેતનકુમાર મૈચા (રવાપર)ના બહેન, મોહિનીબેન મનોજકુમાર સાકરિયાના નણંદ, તિલકના ફઈ, ઈશિતાના માસી, રવજીભાઈ (નખત્રાણા), સ્વ. લાલજીભાઈ (કલ્યાણપર), સ્વ. મહેશભાઈ (માનકુવા), સ્વ. શાંતિલાલ (ભુજ), સ્વ. પાર્વતીબેન એન. પોમલ (હાજાપર), કમળાબેન કે. બારમેડા (નખત્રાણા), સ્વ. લક્ષ્મીબેન જે. કટ્ટા (માધાપર), જયશ્રીબેન કે. બારમેડા (નેત્રા), સ્વ. સાવિત્રીબેનના ભત્રીજી, સુરેશભાઈ, વિનુભાઈ, કિશોરભાઈ, કૌશિકભાઈ, અનિલભાઈ, અક્ષયભાઈના બહેન, ડુંગરશી નથુભાઈ કટ્ટા (કાદિયા)ના  દોહિત્રી,  શાંતિલાલ ડુંગરશી કટ્ટા (નખત્રાણા),  ભરતભાઈ ડુંગરશી કટ્ટા (નખત્રાણા),  રમેશભાઈ ડુંગરશી કટ્ટા (નખત્રાણા),  તારાબેન મણીલાલ સાકરિયા (ભુજ), શાંતાબેન પ્રતાપભાઈ બુદ્ધભટ્ટી (કોઠારા)ના ભાણેજી તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-9-2026ના સોમવારે સાંજે 4થી 5 સતપંથ સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.

દહીંસરા (તા. ભુજ) : ઉમર અલીમામદ હિંગોરજા (ઉ.વ. 70) તે મ. સિધિક, હારૂન અલીમામદના મોટા ભાઇ, ઇસ્માઇલના નાના ભાઇ, સિકંદરના પિતા તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-9-2026ના મંગળવારે 11થી 12 મેમણ જમાતખાના, ચુનડી રોડ ખાતે. 

તુણા (રામપર) (તા. અંજાર) : પ્રેમજીભાઇ જાગા (ઉ.વ. 96) તે સ્વ. અમરાભાઇ પાલાભાઇ જાગાના પુત્ર, રમેશ, જેન્તી, અશ્વિન, સ્વ. દિનેશભાઇ, સ્વ. સુરેશભાઇ, મંજુલાબેન, સ્વ. નીમુબેન, સંગીતાબેનના પિતા, દીપકભાઇ, ક્રિષ્ના, નીતિનભાઇ, કરન, અજય, ગીતા, વૈશાલીના દાદા તા. 23-9-2026ના  અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 28-9-2026ના રાત્રે ભજન ભાવના અને તા. 29-9-2026ના મંગળવારે સવારે 10 કલાકે નિવાસસ્થાને તુણા, (રામપર) ખાતે.

મેરાઉ (તા. માંડવી) : હીરબાઇ ભાણજીભાઇ દેવજીભાઇ સેંઘાણી (ઉ.વ. 72) તે સ્વ. દેવજીભાઈ હરજીભાઇ, હીરજીભાઈ, દામજીભાઈના પુત્રવધૂ, સ્વ. ભાણજીભાઇના પત્ની, પ્રેમજીભાઈ, શાંતિભાઈ, રસીકભાઇ, પાનબાઈ શિવદાસભાઈ લીંબાણી (કપડવંજ), ગંગાબેન કાંતિભાઈ લીંબાણી (કલ્યાણ-મુંબઈ), વનિતાબેન વિનોદભાઈ વેલાણી (લાયજા), સ્વ. ભાણબાઇ (મેરાઉ)ના ભાભી, રમેશભાઈ, હિંમતભાઈ,  પુષ્પાબેન હરેશભાઈ ભગત (નાસિક), પ્રભાબેન નીતીનભાઈ વાસાણી (વડવા કાંયા)ના માતા, શારદાબેન, તુપ્તિબેનના સાસુ, કાજલબેન હિપુલભાઈ પોકાર (કરબોઈ), જીગર, આર્યા, શ્રેયના દાદી, જીનલબેનના દાદી સાસુ તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું સતપંથ સમાજવાડી, ગુરજીવાડી, મેરાઉ ખાતે તા. 27-9-2026ના સવારે 8.30થી 11.30 તથા બપોરે 3થી 5.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ગં.સ્વ. કાંતાબેન માનાણી (ઉ.વ. 86) તે સ્વ. જયંતીભાઇ (ગંગારામભાઇ) (પૂર્વ સરપંચ)ના પત્ની, સ્વ. નારાયણ શિવજીના  પૌત્રવધૂ, દિનેશભાઇ, હરિલાલ (માંડવી), નવીનભાઇ, હેમતલબેન (નાસિક), જયશ્રીબેન (મુંબઇ), પ્રેમીલાબેન (રવાપર)ના માતા, મીનાબેન, પ્રેમીલાબેન, કલાબેનના સાસુ, પ્રિયાબેન તથા દિવ્યાબેનના દાદીસાસુ, મેહુલ, વરૂણ, દર્શન, નિધિ, દુર્ગાના દાદી, સ્વ. કરશનભાઇ ભીમજી લીંબાણી (સલાટ-કોટડા. જ.)ના પુત્રી તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી (પ્રાર્થનાસભા) તા. 28-9-2026ના સોમવારે સવારે 8.30થી 10 પાટીદાર સમાજવાડી મોટી વિરાણી ખાતે.

ધાવડા નાના (તા. નખત્રાણા) : તખુબા જાડેજા (ઉ.વ. 75) તે મેરામણજીના પત્ની, મનુભા, રાવુભા, રણુભાના માતા,  સ્વ. સાતુભા નારણજી દેવાજીના કાકી, કરણાસિંહ લક્ષમણાસિંહના બા, અર્જુનાસિંહ, વિજયાસિંહ, અરાવિંદાસિંહ, દિલીપાસિંહ, ભાવસંગજી, વિશાલાસિંહ, દશરથાસિંહ, શિવમાસિંહના દાદી, તેજમલજી ભાટી, ભરતાસિંહ પઢિયારના સાસુ, જયદીપાસિંહ પઢિયાર, નિકુલાસિંહ સોઢા, નખાતાસિંહ સોઢા, કાનુભા સોઢા, તખતાસિંહ સામા, બ્રીજરાજાસિંહ વાઘેલાના દાદી સાસુ અવસાન પામ્યા છે.  બેસણું નિવાસસ્થાને ધાવડા નાના  ખાતે.

સાંગનારા (તા. નખત્રાણા) : લોંચા મનજીભાઇ (ઉ.વ. 71) તે લોંચા સ્વ.  નાથાભાઇ ખીમાભાઇના પુત્ર, સ્વ. ગોમતીબેન, કાંતાબેનના પતિ, ભરત, રમેશ, હરીશ, દક્ષાબેન હસમુખ રાઠોડ (દુજાપર), વનીતા પ્રવીણ ચાવડા (સુખપર રોહા)ના પિતા, બાવાભાઇના ભત્રીજા, ભાણજીભાઇ, કાનજીભાઇ, નથુભાઇ, શાંતાબેન ઉમરશીભાઇ ચાવડા (સુખપર રોહા), ભચીબેન વાલજીભાઇ ચાવડા (સુખપર રોહા)ના ભાઇ, સ્વ. ગોવિંદ લધા ચાવડા (નથ્થરકુઇ), સ્વ. તેજાભાઇ અરજણ ચાવડા (સુખપર રોહા)ના જમાઇ, સ્વ. વાલજીભાઇ તેજાભાઇ ચાવડા, દેવીબેન ખેંગાર લોંચા (કોટડા),  દમયંતીબેન રામજી લોંચા (ભુજ), ગોમતીબેન ખીમજી વાઘેલાના બનેવી, મહેશભાઇ, પ્રવીણ, ઇશ્વર, વિજય, આશિષ, જિજ્ઞેશના મોટા બાપા, સ્વ. બાવાભાઇ કમાભાઇ, રામજીભાઇ, જખાભાઇના કાકાઇ ભાઇ, સ્વ. અરજણભાઇ, ગાભાભાઇ, ધનજીભાઇ, માવજીભાઇના કાકાઇ કાકા તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 27-9-2026ના રાત્રે તથા તા. 30-9-2026ના સવારે 10 વાગ્યે પાણી-ઘડાઢોળ, બેસણું નિવાસસ્થાન સાંગનારા ખાતે. 

સાંધવ (તા. અબડાસા) : ક.દ.ઓ. જૈન ખુશાલચંદ લાલજી લોડાયા (પટેલ) (ઉ.વ. 75) તે જમકુબાઇ લાલજી પટેલના પુત્ર, જિજ્ઞાબેનના પતિ, સ્વ. મિથુન, બ્રિજેશના પિતા, દિપાબેનના સસરા, સ્વ. મેઘજી, સ્વ. વીરચંદ, સ્વ. ઠાકરશી, સ્વ. કસ્તુરીબેન, સ્વ. દિલીપ, ગોવિંદજી, નયના મહેશ મોતાના ભાઇ, રોનકના દાદા, અરજણ જયરામ ટાંક (અંજાર)ના જમાઇ, પ્રદિપ, પરેશ, વિપુલ, હિતેશ, રાજેશ, દીક્ષિત, નિખિલના મોટા બાપા, દમયંતીબેન ઉતમગર ગોસ્વામીના વેવાઇ તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-9-2026ના સોમવારે સાંજે 4થી 5 આશાપુરા વિવિધલક્ષી સમાજવાડી સાંધવ ખાતે.

ઉદવાડા (વલસાડ) : મૂળ કોઠારાના જયેશભાઇ (ઉ.વ. 54) તે સ્વ. ઠા. જવેરબેન દેવજી વેલજી સ્વારના પુત્ર, આશાબેનના પતિ, માનસી, મેઘા તથા શિવમના પિતા, પરસોતમ (મુંદરા), મનોજ (કોલક), ઇન્દિરાબેન ભરતભાઇ ગેસોતા (ભુજ), ગં.સ્વ. મનીષાબેન રાજેશભાઇ પવાણી (ભુજ), લતાબેન કનૈયાલાલ ભીંડે (રાજકોટ) અને હેમલતાબેન હરેન્દ્રભાઇ અનમ (નખત્રાણા)ના ભાઇ તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-9-2026ના રવિવારે સાંજે 4થી 6 શોળ ફળિયા, ઉદવાડા ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd