• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

મનુ ભાકર મેડલ વિના પરત ફરશે

નવી દિલ્હી, તા. 28 : પેરિસ ઓલિમ્પિકમાં બેવડી સિદ્ધિ મેળવનાર ડબલ ઓલિમ્પિક મેડાલિસ્ટ મનુ ભાકર જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ એક પણ મેડલ જીત્યા વિના ખાલી હાથે પરત ફરશે. ભારતની સૌથી મોટી મેડલની આશા ગણાતી મનુનું આ પરિણામ અત્યંત અણધાર્યું છે. આ સાથે જ ભારતીય શાટિંગ દળનું પ્રદર્શન પણ અગાઉની આવૃત્તિ (હાંગઝોઉ) જેટલું પ્રભાવશાળી રહ્યું નથી. ભારતે 2023માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 7 ગોલ્ડ સહિત કુલ 22 શાટિંગ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેની સરખામણીમાં આઇચી-નાગોયામાં ભારતીય શૂટરો અત્યાર સુધીમાં માત્ર 1 ગોલ્ડ સહિત 12 મેડલ જ મેળવી શક્યા છે. સ્પર્ધામાં હજુ પાંચ ટ્રેપ મેડલ ઇવેન્ટ્સ બાકી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd