• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ભુજ ખાણ-ખનિજ કચેરીના આઈ.ટી. એક્ઝિક્યુટિવ અને વચેટિયો લાંચ લેતા સપડાયા

ભુજ, તા. 28 : અહીંની ખાણ-ખનિજ કચેરીમાં આઈ.ટી. એક્ઝિક્યુટિવ (કરાર આધારિત) નોકરી કરતા જીનીશ નીતિનભાઈ આચાર્ય અને તેની સાથે માઈનિંગ વિભાગમાં અરજી તૈયાર કરવાનું કામ કરતા વચેટિયા આશિષ કાળુભાઈ આચવડિયા 50 હજારની લાંચ લેવાના છટકામાં સપડાયા હતા. આ લાંચના સફળ છટકા અંગે જાહેર થયેલી વિગતો મુજબ ફરિયાદીનું સરકાર દ્વારા વર્ષ 2008માં મંજૂર થયેલું રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયું હતું. વહીવટી પ્રક્રિયા મુજબ ખનન કરવામાં આવેલા ખનિજનું વહન કરવા માટે રોયલ્ટી પાસ જનરેટ કરવા એકાઉન્ટ અનલોક હોવું જરૂરી હોવાથી ફરિયાદીએ પોતાના લીઝ એકાઉન્ટને અનલોક કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેલા ખાણ અને ખનિજ વિભાગની કચેરીમાં કરાર આધારિત આઈ.ટી. અક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા જીનીશ આચાર્યનો સંપર્ક કર્યો હતો. જીનીશે આ લીઝ એકાઉન્ટને અનલોક કરી આપવા માટે ફરિયાદી પાસેથી રૂા. પ0 હજારની ગેરકાયદેસર માગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માગતા ન હતા અને ફરિયાદીએ ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જીનીશે આ પ0 હજાર તેમની સાથે માઈનિંગ વિભાગમાં અરજી તૈયાર કરવાનું કામ કરતા આશિષને આપવા જણાવતાં મુંદરા રોડ પર એરોપ્લેન સર્કલ પાસે, જોશી દહીંવડા સેન્ટર નજીક જીનીશ વતી લાંચ સ્વીકારતા આશિષને છટકાંમાં ઝડપી લેવાયો હતો. જીનીશ અને આશિષને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. ભુજ એસીબીના પીઆઈ બી.એન. મોઢવાડિયાએ આ ટ્રેપ ગોઠવી હતી અને તેમની સાથે સ્ટાફ જોડાયો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd