• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ઈંગ્લેન્ડની ક્રિકેટ લીગમાં ભુજના બોલરને 14 વિકેટ : યાદીમાં પ્રથમ

ગાંધીધામ, તા. 28 : ભુજના વતની અને અનુભવી ક્રિકેટર મુકેશ રસિકલાલ ભટ્ટે ઇંગ્લેન્ડમાં યોજાયેલી પ્રતિષ્ઠિત નોર્થમ્ટન સાયરની ઓવર ફિફટીઝની લીગ અને કાઉન્ટી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ બાલિંગ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધાના સત્તાવાર આંકડાઓ અનુસાર, મુકેશ ભટ્ટે બાલિંગના બળે સૌથી વધુ 14 વિકેટ  ઝડપીને અગ્રણી વિકેટ લેનારની યાદીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે ઇંગ્લેન્ડના સ્થાનિક અનુભવી બોલરો સ્ટીવ મસગ્રેવ (13 વિકેટ) અને માર્કસ સ્ટીડ (10 વિકેટ) જેવા ખેલાડીઓને પાછળ છોડીને આ સિદ્ધિ પોતાના નામે કરી છે. વરસોથી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા મુકેશભાઈ ભટ્ટે  14 વિકેટ ઝડપી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મુકેશે ઝડપેલી વિકેટસની વાત કરીએ તો બેડફોર્ડશાયર સામે રપ-4, કેમ્બ્રિજશાયર સામે1પ-3, હન્ટીંગડનશાયર સામે 16-3 જ્યારે લીંકનશાયર સામે 13 રન આપી બે વિકેટ ઝડપીને સામેની ટીમને મુકેશે હરાવી હતી. તેઓ અને  નીલ વ્હાઇટ 3 વિકેટ સાથે પાંચમા ક્રમ પર રહ્યા છે. ભારતના સ્લેગ-સ્પિનર યજુવેન્દ્ર ચહલે પણ નોર્થન્ટ્સ તરફથી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 5 વિકેટ અને મેચમાં 9 વિકેટ ઝડપીને ધૂમ મચાવી છે. આ સિવાય ભારતીય ટેસ્ટ બેટ્સમેન કરુણ નાયર અને ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ પણ નોર્થન્ટ્સ માટે ફર્સ્ટ-ક્લાસ મેચ રમી ચૂક્યા છે. મુકેશ યુકેની સ્ટેનમોર ક્રિકેટ ક્લબ માટે રમતા 330 થી વધુ વિકેટો ઝડપી ચૂક્યા છે, જેમાં તેમણે એક મેચમાં 58 રનમાં 9 વિકેટ (9/58)નું સર્વશ્રેષ્ઠ બાલિંગ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક તથા માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન સાથે ભુજ અને કચ્છના સ્થાનિક ક્રિકેટ વર્તુળોમાં તેમજ વિવિધ માસ્ટર્સ ટૂર્નામેન્ટોમાં તેઓ શ્રેષ્ઠ બોલર અને ઓલરાઉન્ડર તરીકે અનેક એવોર્ડસ અને ટ્રોફીઓ જીતી ચૂક્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd