• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ડીડીઓને સોમ અને ગુરુવારે ખાસ સંજોગો સિવાય બેઠક ન રાખવા સૂચના

ભુજ, તા. 28 : કચ્છ જિલ્લા પંચાયતમાં સોમવાર અને ગુરવારના ખાસ સંજોગો સિવાય બેઠકો ન ગોઠવવા જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયત પ્રમુખે લેખિતમાં પખવાડિયા અગાઉ સૂચના આપી હતી. પ્રમુખ પ્રભાબેન હૂણે જણાવ્યું હતું કે, આ બન્ને દિવસે પ્રમુખ સહિતના વિવિધ સમિતિના અધ્યક્ષો હાજર રહેતા હોવાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી અરજદારો રજૂઆત કરવા આવતા હોય છે. સોમ અને ગુરવારે રજૂઆત કરવા આવતા લોકોને સંબંધિત અધિકારીઓ બેઠકમાં હોવાથી મળી શકતા ન હોવાથી ધકકા ખાવા પડે છ ઁ તેવી રજૂઆતો આવી છે. ગ્રામ્ય વિસ્તારના દૂરના અંતરેથી આવતા લોકોને પડતી મુશ્કેલી નિવારી શકાય તે માટે તમામ શાખાધ્યક્ષોને પણ આ બે દિવસો દરમ્યાન બેઠકના આયોજન ન ગોઠવવા સૂચના આપવા જણાવાયું છે. વિવિધ સમિતિઓના અધ્યક્ષો દ્વારા પણ અરજદારોને બેઠકના કારણે અધિકારીઓ મળી ન શકતા હોવાથી સોમ અને ગુરુવારે અધિકારીઓ તેમની કચેરીમાં ઉપસ્થિત રહે તેવી સૂચના આપવા જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆતો કરાઈ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd