ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની (વાયા) હિરેનભાઈ (હરિઓમ કેબલ)
(ઉ.વ. 52) તે સ્વ. લીલાવંતીબેન મોહનલાલ
આણંદજીના પૌત્ર, તારાબેન કાકુભાઈ બંધણધકાણના
દોહિત્ર, દયાકુંવરબેન મહેન્દ્રભાઈના પુત્ર, રાધાબેન વનરાજભાઈ કાગતડાના જમાઈ, હર્ષાબેનના પતિ,
ખુશ્બૂ ઋષભ શાહ, જાનવીના પિતા, જિજ્ઞાબેન સંજયભાઈ ધાણક, પૂર્વી વિશાલ ચલ્લા,
મનોજભાઈ, હિતેશભાઈ, હેમનભાઈ,
અર્ચનભાઈ, તેજસભાઈ, હાર્દિકભાઈ,
રમીલાબેન મહેશભાઈ જખિયા, ડોલીબેન મનસુખલાલ છટપોખ્યા,
માલિનીબેન મનીષભાઈ છટપોખ્યા, રૂપાબેન હિતેશભાઈ
જખિયા, ચંદ્રાબેન ભરતભાઈ ધકાણ, બંસરીબેન
ભરતભાઈ છટપોખ્યા, જાગૃતિબેન નરેન્દ્રભાઈ ધકાણ, મીતાબેન નીતિનભાઈ છટપોખ્યાના ભાઈ, વર્ષાબેન, પ્રજ્ઞાબેનના દિયર, હિરલબેન, શ્વેતાબેન,
ક્રિષ્નાબેન, પૂજાબેનના જેઠ, ચાર્મી, વૈભવી, રિષિત, હની, મોનિકા, કૃષાંક, દર્શન, પથિક, ઓમ, ખુશી, જેનિલ, ભવ્ય, હર્ષના મામા, હિતાંશી, આસ્થા,
હેત, ક્રિશા, હીર,
મીત, ફેનિલ, રિષભ,
પાર્થના કાકા, દેવાંશી, નિકીના
કાકાસસરા, ગૌરાંગના મામાસસરા તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 28-9-2026ના
સોમવારે સાંજે 4થી 5 બીએપીએસ સત્સંગ હોલ, ભાનુશાલીનગર, ભુજ ખાતે.
ભુજ : પ્રહલાદ વિઠ્ઠલજી જેઠી તે ઉર્મિલાબેનના પતિ, સ્વ. પ્રભાબેન વિઠ્ઠલજી જેઠીના પુત્ર,
સ્વ. લક્ષ્મીકાંત ચૂનીલાલ જેઠી (રાયપુર મ. પ્ર.)ના જમાઈ, નિશાંત, નિશિતાના પિતા, હેતલના
સસરા, વાસુદેવભાઈ,
સ્વ. બાલાબેન મૂળશંકર જેઠી, સ્વ. વીણાબેન
સનતભાઈ ઉપાધ્યાય (રાજકોટ), સ્વ. અજિતભાઈ, ગં.સ્વ. પંકજબેન પ્રવીણભાઈ જેઠી, નયનાબેન મધુભાઈ જેઠીના
મોટા ભાઈ, હેમા,
ગં.સ્વ. મીતા, ગં.સ્વ. મીનાબેનના જેઠ,
હર્ષલભાઈ, જિગર, મીત,
સપના વિવેકભાઈ, હિમાંશુભાઈના કાકા, સ્વ. મધુકાન્ત, નાનાલાલ જેઠી, સ્વ.
સ્નેહલતાબેનના કાકાઈ ભાઈ, સ્વ. ધનજીભાઈ કરસનના ભત્રીજા,
ગિરીશભાઈ (હેમલતાબેન), સ્વ. વિષ્ણુભાઈ (ગં.સ્વ.
હેનાબેન), પ્રફુલભાઈ (પ્રીતિબેન)ના બનેવી તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/સાદડી તા. 29-9-2026ના મંગળવારે સાંજે 5.30થી 6.30 જયેષ્ઠી સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : હેમંત (હેમન) ત્રિભુવનદાસ ઠક્કર (ભગદે) (ઉ.વ. 61) તે ભારતીબેનના પતિ, સ્વ. મુક્તાબેન મણિલાલભાઇ ઠક્કરના પૌત્ર,
સ્વ. અમૃતબેન છોટુ મુકાદમના દોહિત્ર, સ્વ. મુક્તાબેન
ત્રિભુવનદાસ ઠક્કરના પુત્ર, સ્વ. પ્રભાબેન ભીમજીભાઇ ડુડિયાના
જમાઇ, રાજેશભાઇ (રાજુ), દેવ્યાનીબેન (દેવી),
અલ્પાબેનના ભાઇ, હર્ષ, વિરાજના
પિતા, હેતલના સસરા, રજનીકાંતભાઇ ચતુઆણી,
સ્વ. હરેશભાઇ, સ્વ. ધનેશભાઇ, સ્વ. હિતેષભાઇના ભત્રીજા, ગોપીબેન જયભાઇ રાઠોડના બનેવી,
ભાવનાબેન મહાદેવગિરિ ગોસ્વામીના વેવાઇ, ભરતભાઇ
(શ્રીજી ઓટો)ના કાકાઇ ભાઇ તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-9-2026ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી,
ભુજ ખાતે.
ભુજ : મ.ક.સ.સુ. દરજી અમૃતલાલ લખમશીભાઈ સોલંકી (ઉ.વ. 70) તે સ્વ. ઝવેરબેન લખમશીભાઈ સોલંકીના
પુત્ર, ગ.સ્વ. જશવંતીબેન ચમનલાલ પરમાર (મુંદરા)ના જમાઈ,
નીતાબેનના પતિ, માધુરી, ચિરાગ,
યશના પિતા, સ્વ. પ્રેમજી, સ્વ. કાંતિ, સ્વ. મૂળજી, સ્વ. ઈશ્વર,
સ્વ. રમાબેન જેરામ, સ્વ. બબીબેન, સ્વ. ગંગાબેનના ભાઈ, સ્વ. વસંતબેનના દિયર, મીતા ભાસ્કર ચાવડા (માંડવી), નિરૂપા કૈલાશ પીઠડિયા (ભુજ),
સ્વ. હરેશ, સ્વ. રાજેન્દ્રના કાકા, કીર્તિભાઈ, આશાબેન, પ્રતિમાબેન,
શીતલબેનના બનેવી, કિશોરભાઈ, અરાવિંદભાઈ, કેતનભાઇના સાઢુભાઈ તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 28-9-2026ના
સોમવારે સાંજે 5થી 6 દરજી સમાજની વાડી, છઠ્ઠીબારી રિંગરોડ, નાગર ચકલા, ભુજ ખાતે.
ભુજ : મૂળ માઉન્ટ આબુના ગણેશભાઈ રાણા તે સ્વ. અમરીબાઇ ઉગ્રુરામના
પુત્ર, સ્વ. જમનાબેનના પતિ, શંકરભાઈ,
ગાવિંદભાઈ, રાજુભાઈના ભાઇ, સ્વ. પારુબેન, ગ.સ્વ. લક્ષ્મીબેનના દિયર, ગ.સ્વ. પારુબેનના જેઠ, અશોક, પૂજા
સંદીપ, રેખા રવિ, જ્યોતિ રાજેશ,
આશા નિરંજનના પિતા તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. બારમું માઉન્ટ આબુ ખાતે. સંપર્ક : સંદીપભાઇ-99253 55062.
ભુજ : મૂળ મોટા બંદરાના જાડેજા મોહનબા (ઉ.વ. 70) તે સ્વ. પતુભા જગમાલજીના પત્ની, વિક્રમસિંહના માતા, યશરાજસિંહના
દાદી, ફતુભા, ઉદયસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રદીપસિંહના કાકી, જયપાલસિંહ, વિશાલસિંહ, રુદ્રરાજસિંહ,
મીતરાજસિંહ, ભવ્યરાજસિંહના દાદી તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
અંજાર : શશિકાંત દેવજી રાણા (ઉ.વ. 73) તે સ્વ. કાશીબેન દેવજીભાઈ જુઠાભાઈ
રાણાના પુત્ર, દક્ષાબેનના પતિ,
એમીશ, એમીના પિતા, સિદ્ધિબેનના
સસરા, જિમ્મીબેન નીલેશભાઈ ઠક્કર (મડિયાર)ના કાકા, જયમના દાદા, આર્ચી, શિવાંશના નાના,
કંચનબેન વિશ્રામભાઈ પલણ, જયકુમારભાઈ, મંજુલાબેન જેઠાલાલ ઠક્કર, દક્ષાબેન કૃષ્ણકુમાર સોમૈયાના
ભાઈ, સ્વ. હસ્તાબેન મોહનલાલ વિશ્રામ ઠક્કર (ભુજ)ના જમાઈ,
સ્વ. ચંદ્રકાંતભાઈ, નવીનભાઈ, પ્રતાપભાઈ, વિનોદભાઈ, પ્રકાશભાઈના
બનેવી તા. 27-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-9-2026ના મંગળવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર
ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), વરસામેડી
નાકા, બેંક ઓફ બરોડા પાસે, અંજાર ખાતે.
અંજાર : મનજીભાઇ ભીખાભાઇ ઈંધાણી (સોરઠિયા) (ઉ.વ. 82) તે સ્વ. રામીબેન ભીખાભાઇ દેવશીભાઇ
ઇંધાણીના પુત્ર, માવજીભાઇ (એમ. બી. સોરઠિયા,
સી.એ.-ગાંધીધામ)ના મોટા ભાઇ, હિતેષના પિતા,
સજુબેનના પતિ તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-9-2026ના બુધવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, કૃષ્ણવાડી, વોરાસર પાસે, અંજાર
ખાતે.
માધાપર (તા. ભુજ) : અતુલભાઇ જેન્તીલાલ વરૂ (ઉ.વ. 62) તે સ્વ. જેન્તીલાલ કરમણ વરૂના
પુત્ર, સ્વ. રાજેશભાઇ વરૂ, નિખિલભાઇ
વરૂ, શીલાબેન રાઠોડ (દુર્ગ), સ્વ. ચનકીબેન
ટાંક (ચાઇબાસા)ના ભાઇ, નીતાબેનના પતિ, દિયાબેનના
પિતા, સ્વ. દયારામભાઇ ટાંક (રાયપુર)ના જમાઇ તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-9-2026ના સોમવારે સાંજે 5થી 6 ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન (મિત્રી સમાજવાડી), બસ સ્ટેશન પાસે, જૂનાવાસ,
માધાપર ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : રવિલાલ નાનજી ભગત (ઉ.વ. 76) તે સ્વ. મેગબાઈ
નાનજીના પુત્ર, સવિતાબેનના પતિ,
સુરેશભાઈ, વિનોદભાઈ, ભાનુબેન
ભરત લીંબાણી (આણંદસર), પુષ્પાબેન દીપક છાભૈયા (દરશડી હાલે ડોમ્બીવલી)ના
પિતા, રસીલાબેન અને શારદાબેનના
સસરા, ભાવિક, અંશ, પલકના દાદા, સોનુબેનના દાદાસસરા, સ્વ. કરમશીભાઈ, સ્વ. કાનજીભાઈ, નારણભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. જશુબેન શામજી રામાણી (પૂના),
મણિબેન સોમજી વેલાણી (થાણા)ના ભાઈ, વિશ્રામ રામજી
ચોપડા (મંગવાણા)ના જમાઈ તા. 27-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-9-2026ના મંગળવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, દેશલપર ખાતે.
રતનાલ (તા. અંજાર) : ચંદ્રિકાબેન શામજીભાઈ છાંગા (ઉ.વ. 35) તે સોનીબેન શામજીભાઈ ગોપાલભાઈ
છાંગાના પુત્રી, નારણભાઇ ગોપાલભાઈ છાંગા,
કાનજીભાઈ ગોપાલભાઈ છાંગા, રણછોડભાઈ ગોપાલભાઈ છાંગા,
વાલજીભાઈ ગોપાલભાઈ છાંગાના ભત્રીજી, વાલજીભાઈ શામજીભાઈ
છાંગા, નંદલાલભાઈ શામજીભાઈ છાંગા, ગીતાબેન
ભરતભાઇ માતાના બહેન તા. 26-9-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને વથાણ ચોકની બાજુમાં, રતનાલ ખાતે.
મીઠીરોહર (તા. ગાંધીધામ) : ગોમતીબેન ગુંસાઇ (ઉ.વ. 104) તે સ્વ. નથુગર નારણગરના પત્ની, સ્વ. ખીમગર અનુપગરના પુત્રી, સ્વ. તુલસીગર, કેશવગર, ભરતગર,
ગં.સ્વ. ગોદાવરીબેન હમીરગર (ભચાઉ), શાંતાબેન મોહનપુરી
(બંધડી), જમનાબેન ભરતગિરિ
(અંજાર), ગં.સ્વ. કસ્તૂરબેન રાણપુરી (ભરૂડિયા), સુશીલાબેન રઘુપુરી (સઇ)ના માતા, ગં.સ્વ. મંજુલાબેન,
કસ્તૂરબેન, ભારતીબેનના સાસુ, મહેન્દ્રગિરિ, જગદીશગિરિ, પ્રકાશગિરિ,
સાગરગિરિ, ચેતનાબેન ભરતગિરિ (વરસામેડી),
મનીષાબેન જિતેન્દ્રપુરી (જામનગર), કોમલબેન જિગરગિરિ
(વરલી), પૂજાબેન કરણપુરી (અંજાર)ના દાદી, સપનાબેન, મનીષાબેન, કોમલબેન,
ગોપીબેનના દાદીસાસુ, કૌશિક, વરૂણ, ઓમ, હેમ, હેત, ભવ્ય, ઇશિતા, નંદની, રિદ્ધિના પરદાદી, સીમાબેન
કૌશિકના પરદાદીસાસુ તા. 27-9-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-9-2026ના સાંજે 5થી 6 શિવમંદિર અખાડે, મીઠીરોહર ખાતે અને બારસ તા. 8-10ના.
નાભોઇ (તા. માંડવી) : ચાંદાબા ચનુભા જાડેજા (ઉ.વ. 85) તે જાડેજા ટપુભા, જાડેજા લખમણજીના માતા, જાડેજા રાસુભા પૂંજાજી, જાડેજા જાલુભાના મોટીમા,
જાડેજા દેવેન્દ્રસિંહ, જાડેજા જોગીરાજસિંહ,
જાડેજા રણજિતસિંહના દાદી તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નાભોઇ ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ભચીબેન ફકુભાઇ કોલી (ઉ.વ. 85) તે સ્વ. ફકુભાઇ હાસમ કોલીના
પત્ની, રામજીભાઇ, વાલજીભાઇ,
જુમાભાઇ, બાબુભાઇ કોલીના માતા તા. 26-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
નિવાસસ્થાને ખાદી ભંડારની બાજુમાં, કોલી સમાજ, ગરબી ચોક ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા હાજીસમસુલઇસ્લામ (એડવોકેટ-નોટરી
માંડવી) (ઉ.વ. 51) તે હાજીહારુન હાજીજકરિયા (માજી
નાયબ મામલતદાર)ના પુત્ર, હાજી ઇનાયતુલ્લાહ,
મોહમ્મદઅઝીમના ભાઈ, અબુબખર લધાના જમાઈ,
ખાલિદ, નઝીરહુસેનના પિતા, હાજી કાસમ, હાજી હસન (એડવોકેટ), અનવરહુસેનના ભત્રીજા, અનીસ હાજીઆહમ્મદના સસરા,
ડો. મુસ્તાક, ઇકબાલ, સાહીદ,
મુનીર, સોહેબ, શકીલના કાકાઈ
ભાઈ તા. 26-9-2026ના
અવસાન પામ્યા છે, વાયેઝ-જિયારત
તા. 29-9-2026ના મંગળવારે સવારે 10થી 11 પીર ઇસ્માઇલશાહ જમાતખાના,
ભુઠ્ઠીપીર પ્રાંગણ, ગઢશીશા ખાતે.
નાના કપાયા (તા. મુંદરા) : પુનશી કાનજીભાઈ વરમલ (ગઢવી) (ઉ.વ.
53) તે સ્વ. કાનજી (ટમુ) કરશન વરમલના
પુત્ર, સ્વ. મેઘરાજ કરશનના ભત્રીજા, ધનબાઈના પતિ, માણશી, લક્ષ્મણના
ભાઈ, રામ, ભરત, ભાવનાના
પિતા, સુમિત, પરેશના મોટાબાપા, અમિત, રાધિકાના દાદા, મેઘરાજ ડોસા,
કરશન ડોસા, હરિ ડોસા, પચાણ
ડોસા સાગરના ભાણેજ તા. 25-9-2026 અવસાન
પામ્યા છે. સાદડી તા. 26, 27, 28-9-2026ના ચારણ સમાજવાડી, નાના કપાયા ખાતે. ગરુડપુરાણ તા. 4-10-2026ના અને ઉત્તરક્રિયા (પાણી) તા. 5-10-2026ના ઉપરોક્ત સ્થળે.
સાંગનારા (તા. નખત્રાણા) : લોંચા મનજીભાઇ (ઉ.વ. 71) તે લોંચા સ્વ. નાથાભાઇ ખીમાના
પુત્ર, ભચીબેન વાલજી ચાવડા (સુખપર-ભુજ)ના ભાઇ,
ચાવડા સ્વ. તેજાભાઇ અરજણ (સુખપર-ભુજ)ના જમાઇ તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ
તા. 29-9-2026ના રાત્રે, ધાર્મિકવિધિ તા. 30-9-2026ના બુધવારે સવારે 10 વાગ્યે પાણી (ઘડાઢોળ), સાદડી-બેસણું નિવાસસ્થાન સાંગનારા ખાતે.