ભુજ : વડનગરા નાગર દિવ્યાંશુ ધોળકિયા (ઉ.વ. 59) (પી.જી.વી.સી.એલ.-ભુજ) તે સ્વ.
હંસાબેન તથા વિનોદચંદ્ર ધોળકિયાના પુત્ર, દર્શનાના પતિ, સ્વ. અંજનાબેન અને સ્વ. હર્ષેન્દ્રભાઈ
હાથી (વડોદરા)ના જમાઈ, સ્વ. ભૂમિત્ર (મુંબઈ), હર્ષેન્દ્ર (દેનાબેંક), રસેન્દુ, કંદર્પ (પી.એન.બી.), યામિની
રાહુલ બક્ષી (અમદાવાદ)ના ભાઈ, તુષારભાઈ હાથીના બનેવી તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 8-1-2026ના ગુરુવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન 67, ઓધવસૃષ્ટિ, ભાટિયાવાડીની પાસે, જંગલેશ્વર
મહાદેવ મંદિર સામે, પ્રમુખસ્વામી નગરથી સ્વર્ગપ્રયાણ ધામ જશે.
લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : દર્શના ધોળકિયા-98795 83072, હર્ષેન્દ્ર ધોળકિયા-94274 49459
ભુજ : મૂળ ખીરસરા (કોઠારા)ના ધનબાઈ બાલારામ ચંદે (ઉ.વ. 58) તે બાલારામ શામજી ચંદે (રિટાયર્ડ
પોલીસ)ના પત્ની, સ્વ. લાલજી જખુભાઈ મારાજના
પુત્રી, પરેશ, જિતેન્દ્ર, ભારતી ધર્મેશ કનરના માતા, ચંદ્રિકા, ગાયત્રી, ધર્મેશ કનરના સાસુ, ઉન્નતિ,
હીરવા, ધ્યાની, સમર્થના દાદી,
માહીના નાની તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાને ગીતા કોટેજ, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.
ભુજ : હીરાલાલ નરસિંહ ઠક્કર (નિવૃત્ત ચીટનીશ, જિલ્લા પંચાયત) (ઉ.વ. 92) તે સ્વ. જેઠીબાઇ નરસિંહ જોબનપુત્રાના
મોટા પુત્ર, સ્વ. સુશીલાબેનના પતિ,
સ્વ. ડાહીબેન પ્રેમજી શેઠિયાના જમાઇ, નિખિલ (નિવૃત્ત
ઓફ્રેડ હાઇસ્કૂલ), પુષ્પા, મીનાના પિતા,
સ્વ. શંકરલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. હરેશ, ગં.સ્વ. તારાબેન ઉમરશી ધીરવાણીના ભાઇ,
સ્વ. ચંચળબેન (સ્મિતા), ગં.સ્વ. સાવિત્રીબેન,
ગં.સ્વ. ભગવતીબેનના જેઠ, સ્વ. વ્રજલાલ,
સ્વ. ભવાનજી, સ્વ. જયાબેન, સ્વ. વિજયાબેનના બનેવી, કિશોરભાઇ સોનેતા (અંકિત ટ્રેડર્સ),
હર્ષદભાઇ ગણાત્રા (નિવૃત્ત બી.એસ.એન.એલ.), ગીતા
(નિવૃત્ત પોસ્ટ ઓફિસ)ના સસરા, ચૈતાલી ભાર્ગવ કોટેચા (લાલન કોલેજ),
પ્રિયા ભાવિક કોટેચાના દાદા, ડો. હિરેન જોબનપુત્રા,
ઉષા બકુલભાઇ મહેતા, ગીતા પ્રદીપભાઇ ઠક્કર,
કાશ્મીરા સુધીરભાઇ કેસરિયા, જિગર જોબનપુત્રાના
મોટાબાપા, ચંદ્રિકા, તૃપ્તિ વસંતભાઇ ઠક્કર,
દિનેશ, સતીષ, પ્રકાશના મામા,
સોનલ ભાવિક અનમ, અંકિત, જય,
ધૈર્યના નાના, નિરાલી, હેમાલીના
નાના સસરા તા. 7-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-1- 2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 બી.એસ.પી.એસ.
સત્સંગ હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.
ગાંધીધામ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ નવીનચંદ્ર રણછોડભાઇ
મહેતા (ઉ.વ. 86) તે મનોરમાબેનના પતિ, સ્વ. રતનબેન રણછોડભાઇના પુત્ર, સ્વ. હરખચંદ પાનાલાલ શાહના જમાઇ, સ્વ. છોટાલાલભાઇ,
સ્વ. લીલાવંતીબેનના ભાઇ, મનીષ (બ્રાઇટ શિપટ્રાન્સ
પ્રા.લિ.) અને જય (ગૌતમ ફ્રાઇટ પ્રા.લિ.)ના પિતા, કેતકીબેન અને
કવિતાબેનના સસરા, ઇ. આર. દિશાન્ત (શિલ્પી કન્સલ્ટન્ટ) અને તન્વી
(અક્ષત મરીન પ્રા.લિ.)ના દાદા તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. (દેહદાન કરેલ છે) પ્રાર્થનાસભા તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસીની સમાજવાડી,
પોલીસ કવાર્ટરની સામે, લીલાશા નગર, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ વવારના વાલાભાઇ વિશ્રામભાઇ બઢા (ગઢવી) (ઉ.વ. 34) તે રામઇબેનના પતિ, ખીમરાજભાઇ નાથાભાઇ વારીયાના જમાઇ, વિશ્રામભાઇ ગોપાલભાઇ ગઢવીના પુત્ર, સ્વ. લક્ષ્મણભાઇ,
સ્વ. હરિભાઇ, સ્વ. હરેશભાઇ, જીવરાજભાઇના ભાઇ તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-1-2026ના, પાણીવાર તથા ધાર્મિકક્રિયા તા. 17-1-2026ના નિવાસસ્થાન યમુના પાર્ક
સોસાયટી, અંજાર ખાતે.
અંજાર : મૂળ સંઘડના ભચીબેન અરજણભાઈ (લગધીર) બારોટ (ઉ.વ. 103) તે સ્વ. લખુભાઈ, રામજીભાઈ, સ્વ. અરાવિંદ,
સ્વ. વાસુદેવ, સ્વ. કંકુબેન, જમનાબેન, ગં.સ્વ. રમીલાબેનના માતા, ગં.સ્વ. શાંતિબેન, મંજુલાબેન, ગં.સ્વ.
નીતાબેન , ભીમજીભાઈ (લાખાપર), લખુભાઈ (લોડાઇ),
સ્વ. પ્રવીણભાઈ (ચોબારી)ના સાસુ, પ્રવીણ,
રાજેશ, સંદિપ, સાગર,
માયાબેન, પ્રભાબેન, પ્રીતિબેન,
પાયલબેન, સ્નેહાબેન, કિરણના
દાદી, કુંવરબેન, અલ્પાબેન, અશ્વિન, નીતેશ, ભરત, શૈલેષના દાદીસાસુ, રાજેશ, કનૈયાલાલ,
મયુર, ચિરાગ, ડિમ્પલ,
હેતલ, ગીતા, રચનાના નાની
તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નયા અંજાર ખાતે.
માંડવી : મૂળ મંઉના હાલે મુલુંડ (મુંબઈ) કચ્છી બ્રહ્મક્ષત્રિય
મહેશભાઇ રાજાવાઢા (ઉ.વ. 69) તે સ્વ. અમૃતબેન
આશારામ રાજાવાઢાના પુત્ર, મીનાક્ષીબેનના
પતિ, લવેશ, નિશાના પિતા, ગાયત્રીબેનના સસરા, સ્વ. જયાબેન જયંતીલાલ સોનેજી (સાઈકલવાળા)ના
જમાઈ, વિપિનભાઇ, ચેતનભાઇ, જયેશભાઈ, હર્ષાબેન મોહનલાલ ભેદા, વનિતાબેન કીર્તિભાઈ વીંછી, હર્ષિદાબેન હિમાંશુભાઈ ખુડખુડિયા,
કલ્પનાબેનના બનેવી, સ્વ. બેનાબેન, હેતલબેન (પૂર્વ નગરપતિ-માંડવી)ના નણદોયા, વિનીતના ફુવા
તા. 3-1-2026ના મુલુંડ (મુંબઈ) ખાતે અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-1-2026ના
શુક્રવારે સાંજે 4.30થી 5 રંગચુલી,
માંડવી ખાતે.
મુંદરા : મૂળ ઓખાના ભાવેશભાઈ પીતાંબરભાઈ ઝાલા (ઉ.વ. 54) તે સ્વ. લીલાવંતીબેન પીતાંબરભાઈના
પુત્ર, કિલ્પાબેનના પતિ, વિવેક,
યશ, વિરાજના પિતા, કમલાબેન,
કાંતાબેન, પુષ્પાબેન, ઉર્મિલાબેન,
જયશ્રીબેન, પન્નાબેનના ભાઈ, સ્વ. લીલાવંતીબેન હંસરાજભાઈ રાઠોડ (મુંદરા)ના જમાઈ તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 (ભાઈઓ-બહેનોની)
ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા ખાતે.
મુંદરા : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ પ્રદીપભાઈ હરિલાલ દવે (ઉ.વ.
70) તે ગં.સ્વ. મધુરીબેન હરિલાલ
દવેના પુત્ર, નીતાબેનના પતિ, સરોજ તથા ભૂમિના પિતા, નીલેશકુમાર હર્ષદરાય ભટ્ટ, અમિતકુમાર નરાસિંગભાઈ જોશીના
સસરા, ગં.સ્વ. નિરૂપાબેન મોહનલાલ ભટ્ટ (ભચાઉ), સ્વ. હર્ષાબેન હરેશભાઇ ભટ્ટના ભાઈ, ગં.સ્વ. કનકલતાબેન
કનૈયાલાલ ત્રવાડીના જમાઈ, વંશ, જૈનીલ,
અન્વીના નાના, ગાયત્રી, જાગૃતિ,
મોનીકા, દીપ્તિ, ભરત,
જય, આનંદના મામા તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-1-2026ના
સાંજે 4થી 5 ગિરીનારાયણ બ્રાહ્મણની વાડી,
મુંદરા ખાતે.
રાપર : મૂળ મૌવાણાના વાઘેલા હેતુભા નશુભા (ઉ.વ. 78) તે કલુભા, નરપતસિંહ, દશુબા ભુરુભા
જાડેજા (નાની રવ)ના પિતા, મહાવીરસિંહ, વિશ્વરાજસિંહ,
ઘનશ્યામસિંહ, કોમલબા, નયનાબાના
દાદા, નીલાબા (હમીરપર), દિલુભા પ્રભાતસિંહ
વાઘેલા (મૌવાણા)ના ભાઇ, સ્વ. પ્રભાતસિંહ ટપુભા (બાદરગઢ)ના બનેવી
તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 9-1-2026ના શુક્રવારે સુખદધાર (દૂધ
ડેરી) વિસ્તાર ખાતે.
ભારાપર (તા. ભુજ) : મલેકબેન સદરુદ્દીન કરમાલી (ઉ.વ. 84) તે મ. મુખી સદરુદ્દીન કરમાલીના
પત્ની, મ. મુખી કરમાલી અબ્દુલ્લાના પુત્રવધૂ,
મ. મુખી અબ્દુલા ઇસ્માઇલના પુત્રી, મુખી મહેમૂદ
ધાલાણી (મુંબઇ)ના સાસુ, મુનીરા ધાલાણી, મુરાદ અને સલમાનના માતા તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 9-1-2026ના શુક્રવારે સવારે 11 વાગ્યે ખોજા જમાતખાના, ભારાપર ખાતે. સાદડી તા. 9-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ખોજા જમાતખાના, ભારાપર ખાતે.
દરશડી (તા. માંડવી) : શાંતાબેન વિશ્રામભાઇ સેંઘાણી (ઉ.વ. 80) તે વિશ્રામભાઇ લાલજીભાઈ સેંઘાણીના
પત્ની, સ્વ. લાલજી લધાના પુત્રવધૂ, અરાવિંદભાઈ, રસિકભાઈ, ગં.સ્વ. ઉર્મિલાબેનના
માતા, મંજુલાબેન, રીટાબેન, સ્વ. ભરતભાઈ વેલાણી (કોઠારા)ના સાસુ, કરમશીભાઈ,
મોંઘીબેન (લુડવા), કાંતાબેન (રાયણ), લીલાબેન (વરઝડી), ઝવેરબેન (વિરાણી નાની)ના ભાભી,
ધીરેન, પ્રાચી ધોળુ (લુડવા), કૌશી, આર્યના દાદી,ભાગ્યશ્રીના
દાદીસાસુ, પૂજા, યશના નાની, હસ્ત, ખનકના પરદાદી, વિમળાબેનના
જેઠાણી, સ્વ. હંસરાજ હરજી પ્રેમજિયાણી (લુડવા હાલે ભુજ)ના પુત્રી,
ડો. વાલજીભાઈ, વિશ્રામભાઇ, મહેન્દ્રભાઈના બહેન તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-1-2026ના સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 સતપંથ સનાતન સમાજવાડી, દરશડી ખાતે.
વરઝડી (તા. માંડવી) : વાલજી રામજી ભગત (ઉ.વ. 63) તે પાનબાઈ રામજી ધનજી ભગતના
પુત્ર, કૌશલ્યાબેનના પતિ, જગદીશભાઈ,
હર્ષદભાઈ, જીનલબેન (દેશલપર)ના પિતા, હંસાબેન, પ્રિયંકાબેન, મેહુલભાઈ
(દેશલપર)ના સસરા, કસ્તૂરબેન (મંગવાણા), દમયંતીબેન (વિરાણી નાની), મંજુલાબેન (અરજણપર),
દક્ષાબેન (ગઢશીશા), અરાવિંદભાઈના મોટા ભાઈ,
ગીતાબેનના જેઠ, હિરેનભાઈ, દિપેશભાઈના મોટાબાપા, રૂચિતાબેન, અલ્પાબેનના મોટા સસરા, સ્વ. માવજીભાઈ, વિસનજીભાઈ, શાંતાબેન, લીલાબેન,
ઉર્મિલાબેન, સ્વ. રાધાબેનના કાકાઈ ભાઈ,
સ્વ. કાન્તાબેન, મંજુલાબેનના દિયર, ક્રિશ, તન્મયના દાદા, જૈની,
સમસ્તી, નમસ્વી, ધ્યાનવી,
જીયાનના મોટા દાદા, જીયા, રાઘવના નાનાબાપા, સ્વ. લખમશી શીવગણ પોકાર (જિયાપર)ના
જમાઈ તા. 30-12-2025ના
દુબઈ (યુએઇ) મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-1-2026ના બપોરે 2.30થી 5 લક્ષ્મીનારાયણ મંદિર ચોક, વરઝડી ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : ગુસાઇ ચેનગર વાલગર (ઉ.વ. 73) તે સ્વ. ગુસાઇ મણિબેન વાલગરના
પુત્ર, હીરાગર, લક્ષ્મણગર,
શિવગર, રુક્ષ્મણીબેન સ્વ. વિનોદગિરિ (અંજાર),
સવિતાબેન સ્વ. દિનેશભારથી (આદિપુર)ના ભાઇ, રંજનબેન,
હંસાબેન, નયનાબેનના જેઠ, પ્રભાબેન સ્વ. હરિપુરી (કાઠડા), ચંદુબેન સ્વ. શંકરગિરિ
(મેરાઉ), ધનગવરીબેન હીરાગરના પિતા, વિજયગર,
પારસગર, રોહનગર, અમિતગર,
અલ્કાબેન જિજ્ઞેશગર, વૈશાલી, ચાંદની, અક્ષી ભાવિનગરના મોટાબાપા, હસ્તાબેન, તૃપ્તિબેન, રવિનાબેનના
મોટા સસરા, માન્ય, મનસ્વી, વ્રજ, જય, દિત્યના મોટા દાદા તા.
7-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-1-2026ના શુક્રવારે બપોરે 3થી 4 દશનામ ગોસ્વામી સમાજવાડી,
ગુંદિયાળી ખાતે. ઘડાઢોળ તા. 18-1-2026ના નિવાસસ્થાને વાડી ઉપર.
મોટી મઉં (તા. માંડવી) : ખોડ હરિબા પચાણજી (ઉ.વ. 98) તે સ્વ. શિવુભા, સ્વ. ચનુભા, લધુભા,
દાજીભાના માતા, સ્વ. જયદીપસિંહ, જીલુભા, જીતુભા, દિવ્યરાજસિંહ,
હિંમતસિંહ, જયવીરસિંહના દાદી તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 8-1-2026ના સવારે 9થી 5 વસણજી ફળિયા ખાતે.
પુનડી (તા. માંડવી) : નાનુબેન ખેતશી આમના (ઉ.વ. 48) તે સ્વ. નયનાબેન ખેતશી આમનાના
પુત્રી, જગદીશ, રમેશ, પ્રેમિલાબેન, ચંદ્રિકાના બહેન, ખીમીબેન, ભારતીબેનના નણંદ, દીપક,
ફોરા, કેવલ, શ્રેયાના ફઇ
તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
પૂર્ણ થઇ ગઇ છે.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : જાડેજા બાકોરબા લધુભા (ઉ.વ. 82) તે સ્વ. લધુભાના પત્ની, લાખુભા, રતનજી,
જીલુભા, વેલુભા, રાણુભા,
બાલુભા, ગાભુભાના ભાભી, નટુભા,
રણજિતસિંહ, રામસંગજીના માતા, સંજયસિંહ, વિજયસિંહ, અજયસિંહ,
મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ, હાર્દિકસિંહના દાદી અવસાન પામ્યા છે. બેસણું તા. 12-1-2026ના રાજપૂત સમાજવાડી, મોટા કાંડાગરા ખાતે.
વિજપાસર (તા. નખત્રાણા) : દેવજીભાઇ (ઉ.વ. 56) તે સ્વ. ધનીબેન વશરામભાઈ માલાભાઇ
સેતરણના પુત્ર, લક્ષ્મીબેનના પતિ,
અમરાભાઇ (ચારણ સમાજના માજી પ્રમુખ), નથુભાઈ (ચારણ
સમાજના સલાહકાર), સ્વ. વીશાભાઇ, કાનજીભાઈ
રામજીભાઈના ભત્રીજા, માનાબેન રામજીભાઈ કરમશીભાઇ માધડ (નેત્રા
માતાજીના)ના જમાઇ, ખીમજીભાઇ, મગનલાલ,
હંસાબેન, રસીલાબેનના ભાઈ, જીવરાજભાઈ ખીમસુર, હરેશભાઈ ભાટિયાના સાળા, મંજુલાબેન, ઉષાબેનના જેઠ, ધર્મેશ,
મેહુલ, ભારતીબેનના પિતા, પ્રકાશભાઈ ખીમસુર, મમતાબેન, કલ્પનાબેનના
સસરા, સુનીતા, રુહીના દાદા તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 8-1-2026 ગુરુવાર અને તા. 9-1-2026 શુક્રવારે સવારે 9થી સાંજે 5 તથા તા. 10-1-2026ના શનિવારે સાંજે આગરી અને
તા. 11-1-2026ના રવિવારે સવારે પાણીયારું
નિવાસસ્થાન વિજપાસર, તા. નખત્રાણા
ખાતે.
સુખપર-રોહા (તા. નખત્રાણા) : નાનાલાલ કરમશી નાકરાણી (ઉ.વ. 82) તે લક્ષ્મીબેનના પતિ, ઉર્મિલા, ભગવતી,
ધર્મેન્દ્ર, જેસિકાના પિતા, રમીલાબેન, રમેશભાઇ, કિશોરભાઇ,
લખનભાના સસરા, સાહિલ, શિવાનીના
દાદા, પ્રિયંકા, રોશની, અનુષ્કાના નાના, સ્વ. મનજીભાઇ હીરજી પોકાર (સાંયણ)ના
જમાઇ તા. 5-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2026ના શનિવારે સવારે 9થી 11 કડવા પાટીદાર
સમાજવાડી, સુખપર (રોહા) ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : વાલુબેન રતનશીભાઈ કેશરાણી (ઉ.વ.
85) તે રતનશીભાઈ શિવદાશભાઈ કેશરાણીના
પત્ની, રણછોડભાઈ, મણિલાલભાઈના
ભાભી, શાન્તાબેન (વાપી), કસ્તૂરબેન (સુરત),
લીલાબેન (આણંદપર), સીતાબેન (ગાંધીધામ),
નર્મદાબેન (નખત્રાણા), નારણભાઈ, ધીરજભાઈના માતા, વિપુલભાઈ, ભરતભાઈના
દાદી તા. 7-1-2026ના
અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 9-1-2026ના શુક્રવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન
અંગિયા ખાતે.
મુંબઈ : મૂળ કચ્છ-ઐડાના ગં.સ્વ. વિમલાબેન વાલજી ધારસી મંડલ વિજારા
(ઠક્કર) (ઉ.વ. 90) તે સ્વ. નરેન્દ્ર (રાજા), પરેશ, જયેશ, સ્વ. ચેતન, ગં.સ્વ. જયાબેન મંગલદાસ ભગદે, સ્વ. મીનાબેન હર્ષદભાઈ દૈયા, દિવ્યાબેન હસમુખભાઈ શેઠિયાના
માતા, ગં.સ્વ. ગીતાબેન, ઉષાબેન,
વંદનાબેનના સાસુ, સ્વ. મુલજી (બચુભાઈ) રણછોડદાસ
રૂપારેલ (કચ્છ-કોઠારા)ના પુત્રી, સ્વ. રમાબેન કાંતિલાલ સોમૈયા,
ગં.સ્વ. લવીંગાબેન ત્રિકમદાસ બળીયાના બહેન, હેમલ,
નયન, યશ, રશ્મી નિસાદ કોઠારીના
દાદી, શ્રુતિ, સિદ્ધિના દાદીસાસુ,
સાગર, ભાવના, તેજલ,
વૈશાલી, મીથુલ, ધવલ,
બંસરી, જાગૃતિના નાની તા. 6-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-1-2026ના ગુરુવારે સાંજે 5.30થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ
(વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)