• શનિવાર, 19 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : ઠા. વિઠ્ઠલદાસ પ્રભુલાલ (નાયાણી) (ઉ.વ. 83) (પી.ડબલ્યુ.ડી. નિવૃત્ત કર્મચારી) તે સ્વ. રાધાબેન તથા સ્વ. પ્રભુલાલના પુત્ર, શાંતાબેનના પતિ, કનુભાઇ તથા લીલુબેનના પિતા, શાંતુભાઇ, સ્વ. જેન્તીભાઇ, દીપક સાયતાના મામા તા. 15-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-7-2025ના સાંજે 5થી 6 કતિરા પાર્ટી પ્લોટ હોલ, લોહાણા મહાજનવાડી, વી.ડી. સ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : કુરેશી અમીનાબેન (ઉ.વ. 80) તે મ. કુરેશી જુમ્માના પત્ની, ગફુર રમજુ હાડા, હુશેન રમજુ હાડાના બહેન, કુરેશી અબ્દુલ ગની, કાસમ, અમજત, સલીમના માતા, કાસમ અલીમામદ ચૌહાણના સાસુ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-7-2025ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ટી.બી. હોસ્પિટલ પાછળ, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની જનકભાઈ (ઉ.વ. 73) તે સ્વ. ધનુબેન તથા સ્વ. નારાણદાસ બેચર બિજલાણીના પુત્ર, સ્વ. ઉમરશી માધવજી બુદ્ધભટ્ટીના દોહિત્ર, કૌશલ્યાબેનના પતિ, પરીક્ષિત, રામેશ્વરીના પિતા, ખ્યાતિ, મહેશ નવીનભાઈ ભાનુશાલીના સસરા, હરિ, પ્રવીણ, ભરત, રાજેશ, ચેતન, ભગવતી, રસીલા, સરલાના ભાઈ, સ્વ. લાલજીભાઈ, જેન્તીભાઇ, સ્વ. દિવાળીબેન (જામનગર)બબીબેન, હીરાબેન (વડાલી ), સ્વ. પ્રભાબેનના ભત્રીજા, સ્વ. મૂળજીભાઈ ચત્રભુજ હેડાઉ (અંજાર)ના જમાઈ, મહેશ, અરાવિંદ, સ્વ. જેન્તી, ભરત, નિર્મળાબેન (તલોદ)ના બનેવી, વિશાલ, ક્રિષ્ના, કામિની, નિકુંજના મોટાબાપા, ક્રિશાના દાદા, ભૂમિ, જીતના નાના, પ્રકાશભાઈ શાહ, જગદીશ મૈચા, ધર્મેન્દ્ર પુવાર (ગોંડલ)ના સાળા તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-7-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : શેખ ઝોયાબાનુ આશિફ (ઉ.વ. 15) તે મ. નિહાલુદ્દીનના પૌત્રી, પઠાણ લિયાકત અલી (બી.એમ. પંપ)ના ભત્રીજી, હનીફ તથા રિઝવાનના બહેન, આશિફ બાવા, રસીદના સાળી તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-7- 2025ના શનિવારે સવારે 10થી 11 મસ્જિદે અમન, અમનનગર, ખારીનદી રોડ, ભુજ ખાતે.

અંજાર : મૂળ જખૌના કચ્છી દશા ઓસવાળ નવીનચંદ્ર સોની (ઉ.વ. 65) (નિવૃત્ત એસ.બી. જીનિંગ-વરસામેડી) તે સ્વ. સુશીલાબેન તથા વેલજી શામજી સોનીના પુત્ર, રમીલાબેનના પતિ, સ્વ. નેણબાઇ ખીમજી શિયાળ (જખૌ)ના જમાઇ, સુમિત (એચ.ડી.એફ.સી. બેંક-અમદાવાદ), કરુણા ઋષભ છેડા (અમદાવાદ), પૂજા બાદલ ખોના (મુંબઇ)ના પિતા, સ્વ. રાજેન્દ્રભાઇ, રંજના નવીન નાગડા (આદિપુર), જ્યોતિ લક્ષ્મીચંદ લોડાયા (નાસિક)ના ભાઇ, કાશ્મીરાબેનના દિયર, જાનવી સચિન સોની (અમદાવાદ), દીપા કેતન લોડાયા (અમદાવાદ), દિવ્યા કલ્પેશ લોડાયા (મુંબઇ)ના કાકા, ચાર્મી, અશ્મિ, પ્રથમ, પુણ્ય, આદ્યા, પ્રિન્સના નાના તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-7-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, એસ.ટી. બસ સ્ટેશન પાસે, અંજાર ખાતે.

અંજાર : લોહારવાઢા શરાણિયા હાસમભાઇ રહેમતુલ્લાહ (ઉ.વ. 78) (એ. સુમાર જુણસ પરિવાર) તે અબ્દુલ્લા, ઉમરના પિતા, મ. મોહંમદશરીફ, અબ્દુલ અઝીઝ, મ. સાલે મોહમદ, મ. કાસમ, મોહમંદઅલી, હાજી શૌકતઅલી, મ. હાજી અ. સતાર, હાજી અ. રહીમ, મહેબૂબ, મ. સલીમ, અનવર, અસગર (ભુજ)ના કાકાઇ ભાઇ, એહમદ (અંજાર), સોહિલ (માંડવી)ના સસરા તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-7-2025ના શનિવારે સવારે 11થી 12 કુંભાર જમાતખાના, કુંભાર ચોક, અંજાર ખાતે.

રાપર : મૂળ રવના મોરબિયા સેવંતીલાલ રાજપાર (ઉ.વ. 65) તે લક્ષ્મીબેન રાજપાર મોરબિયાના પુત્ર, કલાવંતીબેનના પતિ, સ્વ. મનસુખલાલ અમીચંદ શાહના જમાઈ, વીરતી વીર શાહના પિતા, મંજુલાબેન ભોગીલાલ મહેતા, જશવંતીબેન ચંદુલાલ દોશી, સ્વ. જિતેન્દ્રભાઈ, સંદીપભાઈ, પુનિતાબેન ધવલભાઈ મહેતાના ભાઈ, હસ્તી, મોક્ષ, કેવની, નેમ, હેમ, ગૌતમના બાપા, નીલાવંતીબેન વનેચંદ મોરબિયા, સાવિત્રીબેન જયંતીલાલ મોરબિયા, સ્વ. પુંજીબેન સુખલાલ ખંડોર, શાંતાબેન વનેચંદ ભાભેરાના ભત્રીજા તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-7-2025ના શુક્રવારે સવારે 11થી 12 છ કોટિ જૈન સ્થાનક, મેઈન બજાર, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ રડોસણ (સુઇગામ બ.કાં.)ના સરુબા જીવરાજસિંહ ચૌહાણ (ઉ.વ. 95) તે મોતીસિંહ, લખમણસિંહના માતા, ગણેશબા, હસ્તુબા, સ્વ. ભરતબા, રાજુસિંહ, ભૂપેન્દ્રસિંહ, નિકુલસિંહ, સ્વ. સુખપાલસિંહના દાદી તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-7-2025ના શુક્રવારે સાંજે 5.30થી 7 નિવાસસ્થાને ક્રિષ્નાપાર્ક, કેસરબાગ રોડ, નવાવાસ, માધાપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : પરેશભાઇ મનસુખભાઇ બારોટ (ઉ.વ. 25) તે પૂજાબેનના પતિ, લક્ષ્મીબેન અને સ્વ. બાબુભાઇના પૌત્ર, અમૃતબેન અને મનસુખભાઇના પુત્ર, સ્વ. ચૂનીલાલભાઇ, જગદીશભાઇ, ભારતીબેનના ભત્રીજા, વાખલબેન અને ભીખાભાઇના જમાઇ, સ્વ. કૌશિકભાઇ, કવિતાબેન, રિંકલબેન, કુલદીપના ભાઇ, દેવાભાઇ, બાબુભાઇના ભાણેજ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-7-2025ના શુક્રવારે સાંજે 5થી 6 તથા ઉત્તરક્રિયા તા. 27-7-2025ના નિવાસસ્થાન મિરજાપર ખાતે.

મોટા રેહા (તા. ભુજ) : પ્રેમાસિંહ કાનજી જાડેજા (ઉ.વ. 50) તે કાનજી કારૂભા જાડેજાના પુત્ર, સ્વ માધુભા કારૂભાના ભત્રીજા, ચતુરાસિંહ, મનુભા, ઘનશ્યામાસિંહ, રઘુવીરાસિંહના મોટા ભાઈ, ઈન્દ્રાસિંહ, બળવંતાસિંહના પિતા, સ્વ લાલજી ચાંદાજી, ખાનજી, હીરુભા, પચાણજીના કાકાઈ ભાઈ, રાજેન્દ્રાસિંહ, ચતુરાસિંહ, ખેમાસિંહ, જાલમાસિંહ, જોગરાજાસિંહ, શ્રવણાસિંહ,ભૂપતાસિંહના કાકા, કર્મરાજાસિંહ, દેવવ્રતાસિંહના મોટા બાપુ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી ગામ ચોરે, મોટા રેહા ખાતે. 

ગઢશીશા (તા. માંડવી) : મ.ક.સ.સુ. પરમાર કલ્પનાબેન (ઉ.વ. 58) તે મોહનલાલ ગાગજીના પત્ની, સ્વ. રતનબેન ગાગજી ઉમર્શીના પુત્રવધૂ, ધર્મેન્દ્ર, રશ્મિબેન (સુજાપર)ના માતા, નેહલ, ધીરજના સાસુ, પ્રિયાંશી, ખુશીના દાદી, વિનયના નાની, સ્વ. ચમનલાલના ભાઈના પત્ની, સ્વ. ભરતભાઈ, ભાનુબેન ગાવિંદભાઈ (નખત્રાણા)ના ભાભી, બચુબેનના દેરાણી, ગં.સ્વ. નયનાબેનના જેઠાણી, દીપક, મયૂરના કાકી, વૈશાલી, દુર્વી, ખુશાલી (નખત્રાણા), કિશન, ઉમંગના મોટીમા, ગં.સ્વ. કાંતાબેન મોહનલાલ પરમાર (મૂળ ભુજપર હાલે ગઢશીશા)ના પુત્રી, મધુબેન (માંડવી), આશાબેન, સોનલબેન, રેખાબેન, પ્રીતિબેન (માધાપર), કૌશલ્યાબેન (કપાયા), સ્વ. મીનાબેન (મુંબઈ), દીપાલીબેન (ગાંધીધામ), વાલજી રામજી  (આસંબિયા), શિવજી રામજી (મુંદરા)ના ભત્રીજી તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-7-2025ના શનિવારે 4થી 5 જૈન સમાજવાડી, બસ સ્ટેશન પાસે, ગઢશીશા (તા. માંડવી) ખાતે.

કોજાચોરા (તા. માંડવી) : વાલબાઈ ભોજા ધુઆ (ઉ.વ. 98) તે સ્વ. ભોજાભાઇ વેલાભાઈ ધુઆના પત્ની, લક્ષ્મી વેલજી ગેડા (દેશલપર), માનબાઈ મગન (ભાણેજ) લાંભા (પુનડી), ધનજીભાઈ (જિ.શિ.અ. કચેરી નિવૃત્ત), સ્વ. લાખાભાઈ, માલશીભાઈ, બુદ્ધારામના માતા, કેશરબેન, સ્વ. ગંગાબેન, કેસરબેન, લીલાવંતીબેનના સાસુ, રતનશી, મંજુલા, મુકતા, હરેશ, શાંતા, કાન્તા, રસિલા, વનિતા, મુકેશ, રમેશના નાની, રમેશ, પ્રજ્ઞા, ભારતી, કિરણ, હંસા, શાંતા, મનીષા, રતન, કોમલ, આરતી, લક્ષ્મી, મીત, હિના, અમિત, હિરેન, પાર્થ, નિખિલ, રિયાના દાદી, નીતાબેન અને વિજયાબેનના દાદીસાસુ તા. 14-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને પૈઈ વાડી ખાતે.

બાડા (તા. માંડવી) : મૂળ સાંયરાના અનોપસિંહ (અનુભા) પાચાજી પઢિયાર (ઉ.વ. 75) તે સ્વ. પાચાજી નારાણજીના પુત્ર, સ્વ. મુરુજી નારાણજી, સ્વ. ભીખાજી નારાણજીના ભત્રીજા, જેઠવા નાથાજી મગાજી (મિઠોઈ)ના જમાઈ, જેઠવા જીવુભા ચંદ્રાસિંહ (મિઠોઈ)ના બનેવી, વીરસંગજી, બલવંતાસિંહ, માયાબા ભીમજીભા જાડેજા, સૂરજબા સતુભા જાડેજાના ભાઈ, હેમબાના પતિ, વિક્રમાસિંહ (રતનજી), બંસરીબા સતુભા જાડેજા (ગઢશીશા), રક્ષાબા રતનાસિંહ જાડેજા (વડવા કાંયા)ના પિતા, લીલાબા જશવંતાસિંહ રાઠોડ (અમદાવાદ), મંજુબા સાગરાસિંહ જાડેજા (મુંબઈ), કુમારાસિંહ, નિર્મલાસિંહ, કુલદીપાસિંહ, દેવેન્દ્રાસિંહના કાકા, દિવ્યરાજાસિંહ, હરદીપાસિંહ, ગિરિરાજાસિંહ, હર્ષરાજાસિંહ, દક્ષરાજાસિંહ, યુવરાજાસિંહ, ભવ્યરાજાસિંહ, માન્યતાબા, પાર્થવીબા, વૈભવીબાના દાદા, અમરાસિંહ, મીતરાજાસિંહ, મિતાંશીબા, માનસીબાના નાના તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30, જૈન મહાજનવાડી, બાડા (તા. માંડવી) ખાતે. ઉત્તરક્રિયા તા. 28-7-2025ના નિવાસસ્થાને છાડવા ફળિયું, બાડા ખાતે. 

 દેશલપર કંઠી (તા. મુંદરા) : હુલાસબા (ઉ.વ. 82) તે બુધુભા રામસંગજી જાડેજાના પત્ની, ખુમાનસંગ, રાજેન્દ્રસિંહ, દિલુભા, મોબતસંગના ભાભી, રઘુભા, હરિસંગના માતા, નરેન્દ્રસિંહ, બળવંતસિંહના દાદી, રુદ્રરાજસિંહ, જયરાજસિંહના મોટાદાદી, અરવિંદસિંહ બળવંતસિંહ ઝાલા (તલવાણા)ના સાસુ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-7-2025ના સોમવારે ક્ષત્રિય સમાજવાડી, દેશલપર કંઠી ખાતે.

વવાર (તા. મુંદરા) : ગઢવી જુમાબાઇ આલાભાઇ (ભલા) (ઉ.વ. 101) તે કાનાભાઇ, સ્વ. રામભાઇ, સ્વ. કલ્યાણભાઇ, રાણાભાઇ, રાણબાઇબેન, સ્વ. લક્ષ્મીબેનના માતા, દેવરાજ, સવરાજ, ધનરાજ, મેઘરાજ (ગુજરાત પોલીસ), હરિભાઇના દાદી, જાદવભાઇ, હરિભાઇ, પાલુભાઇ, રાજિયાભાઇ, માણેકભાઇના નાની, ખોડુભાઇ સુમણિયા (ચૌધરી હોટેલ)ના ફઇ, ગોપાલ, જખુભા, પતુભા, ગોવિંદભા, રાજેશભાઇ, ભરતભાઇ, યશ, હેત, હર્ષિતના પરદાદી તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-7-2025ના શનિવારે નિવાસસ્થાન વવાર ખાતે.

હોથીવાંઢ (તા. અબડાસા) : જાડેજા હરીસંગજી ખેંગારજી (ઉ.વ. 6ર) તે સ્વ. જાડેજા લાખિયારજી ખેંગારજી, જાડેજા માધુભા ખેંગારજી, જાડેજા હેમુભા ખેંગારજીના ભાઈ, જાડેજા બુધુભા ખેતુભા, ગગુભા રાણુભાના કાકાઈ ભાઈ, ભૂપતાસિંહ, જુવાનાસિંહ, જગમાલાસિંહના પિતા, જાડેજા દિવ્યરાજાસિંહ, હિતેન્દ્રાસિંહ, હર્ષરાજાસિંહના દાદા તા. 16-7-0રપના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. ર7-7-202પના રવિવારે હોથીવાંઢ નિવાસસ્થાને. 

Panchang

dd