નવી દિલ્હી, તા. 13 : ભારતીય
મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
છે. હરમનપ્રીત કૌર વિશ્વની પ્રથમ એવી મહિલા ક્રિકેટર બની ગઈ છે, જેમનું લાઈફ-સાઈઝ વેક્સ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. જયપુરમાં જેનું
અનાવરણ હરમનપ્રીતે ખુદ પોતાના હાથે કર્યું હતું. હવે આ પ્રતિમાને જયપુરના નાહરગઢ કિલ્લામાં
બનેલા `િહસ્ટોરિકા
- સ્ટેપ ઇનટુ હિસ્ટ્રી' વેક્સ મ્યુઝિયમમાં કાયમી ધોરણે
રાખવામાં આવશે. વર્ષ 2025માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વખત વનડે
વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર હરમનપ્રીતની આ ઉપલબ્ધિ તેમના શાનદાર ક્રિકેટ કરિયરમાં વધુ
એક યાદગાર અધ્યાય ઉમેરવા સમાન છે.