• રવિવાર, 15 નવેમ્બર, 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ટૂંક સમયમાં : જયશંકર

નવી દિલ્હી, તા. 14 : અમેરિકા અને ભારત વચ્ચે બહુ જલ્દી વેપાર સમજૂતી પૂ‰રી થવાની આશા વિદેશ મંત્રી એસ.જયશંકરે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, આ સમજૂતી સંબંધિત મોટાભાગનાં મુદ્દાઓ ઉકેલી લેવાયા છે. હવે જેટલા પણ મુદ્દા કે મતભેદ બચ્યા છે તે ભારત કરતાં અમેરિકા તરફથી વધુ છે. જયશંકરે કહ્યું હતું કે, બન્ને દેશોનો ઉદ્દેશ એવી ટ્રેડ ડીલ કરવાનો છે જે બન્ને માટે લાભકારક હોય અને સંતુલિત રહે. નિશ્ચિતપણે વાટાઘાટો અંતિમ ચરણમાં છે અને તે કોઈ છૂપી વાત પણ નથી. આ બાબતે ભારતનાં વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ સાથે સતત વાતચીત ચાલે છે. અનેક વિષયમાં અમેરિકા તરફથી ભારત કરતાં વધુ વાંધા લેવામાં આવેલા છે. ભારતને આશા છે કે, આ સમજૂતીને ટૂંકસમયમાં આખરી ઓપ આપી દેવામાં આવશે. જ્યારે પણ કોઈ વાટાઘાટ અંતિમ તબક્કામાં હોય ત્યારે ધીરજ ખૂટવા લાગે છે. લોકો જાણવા માગતા હોય છે કે, કેટલા અને કેવા મુદ્દે વાતચીત ફસાયેલી છે પણ સામાન્ય રીતે પ્રક્રિયા દરમિયાન આવી વાતો જાહેર કરવામાં નથી આવતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd