• રવિવાર, 15 નવેમ્બર, 2026

માંડવીમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગમાં ઘરવખરી ખાખ

ઇજાગ્રસ્ત સારવારમાં : તહેવારોમાં આઠ સ્થળે આગ

માંડવી, તા. 14 : શહેરમાં નવા વર્ષના પ્રારંભે માંડવી-ભુજ રોડ પર આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક સથવારાવાસમાં ઝૂંપડપટ્ટીવાળા મકાનમાં ગેસ સિલિન્ડર અચાનક ફાટતાં આગ ભભૂકી ઊઠવાથી ત્રણેક કાચા ઝૂંપડા લપેટમાં આવી જવાની દુર્ઘટના સર્જાઇ હતી. આગને કાબૂમાં લેવા તંત્ર હરકતમાં આવ્યું હતું. તૂટેલ સિલિન્ડર ઊડીને બાજુમાં આવેલા ઝૂંપડા ઉપર ખાબક્યું અને એકાદ વ્યક્તિને ઇજા પહોંચાડી હોવાથી સારવાર માટે ખસેડવામાં આવી હતી. નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમે અગનજ્વાળા કાબૂમાં લીધી હતી. તહેવારો દરમ્યાન આઠ સ્થળે આગના બનાવ સામે આવ્યા હતા. ઝૂંપડપટ્ટીમાં રહેતા મુકેશ શામજી સથવારાના મકાનમાં આ આગનો બનાવ બન્યો હતો. ઘટનાના પગલે આગ ભભૂકી ઊઠી જે આગે બાજુમાં રહેતા રામજી મગનભાઇ સથવારા અને વિશાલ રામજીભાઇ સથવારાના મકાનને પણ ઝપટમાં લીધું હતું. આગને કારણે ઘરવખરી ભસ્મ થઇ ગઇ હતી. માંડવી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સેવાભાવીઓ સહયોગી બન્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd