નવી દિલ્હી, તા. 14 : રાહુલ
ગાંધીના ફોન ટેપિંગના આરોપો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ કહ્યું હતું
કે,
મારો ફોન ટેપ કરાય છે; પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર
મોદી પોતે આવું ન કરે. વડાપ્રધાન ખુદ ક્રૂ ડ્રાઇવર લઇને આવું કરી રહ્યા નથી. જો કે,
આ ટેપિંગ પાછળ કોનો હાથ છે, તેવું પિત્રોડાએ નહોતું
કહ્યું. મોદી સાથે સંબંધો પર તેમણે જણાવ્યું હતું કે, રાજનીતિ
અને વિચારો બંનેના અલગ હશે, પરંતુ મોદી સાથે મારા સંબંધો સારા
છે. વડાપ્રધાન મોદીએ મારી સાથે હંમેશાં સન્માનભેર સારું વર્તન કર્યું છે, તેવું કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું. પિત્રોડાએ એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં
કહ્યું હતું કે, રાજનીતિ તેના સ્થાને અને અંગત સંબંધો તેના સ્થાને.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ભારત દેશમાં ધર્મને રાજનીતિથી
ઉપર ન રાખવો જોઇએ. વડાપ્રધાન આખા દેશના હોય છે, એ જોતાં તેમણે
મંદિરોમાં જઇને પૂજા-પાઠમાં સમય ન આપવો જોઇએ. પિત્રોડાએ સ્પષ્ટ કર્યું હતું કે,
મોદીને તહેવારોની શુભેચ્છા આપવાનો અર્થ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંબંધ
સુધારવાનો નહોતો. તે માત્ર મારા અને મોદી વચ્ચે અંગત વાતચીત હતી.