મર્ચન્ટ એસો. દ્વારા કાંટા-લક્ષ્મીપૂજન કરાયા
માંડવી, તા. 14 : માંડવી
મર્ચન્ટ એસોસિયેશન દ્વારા પરંપરા મુજબ નવાં વર્ષના કારતક સુદ-2ના
મુહૂર્તે કાંટાપૂજન તથા લક્ષ્મીપૂજન કરાયા હતા. ચાલુ વર્ષે ઓછા વરસાદનાં કારણે ખેતઉત્પાદન
ઓછું થતાં કપાસ, એરંડા, મગફળી તથા તલ
અને સ્થાનિક બજારમાં ખાંડ, તેલ, મગ,
ઘઉં, ચોખા વગેરેના આશરે રૂા. બે કરોડની રકમના સોદા
થયા હતા. તા. 11ના બુધવારે શાત્રોક્ત વિધિ દ્વારા સંસ્થાની ઓફિસે
મુખ્ય કાંટાનું પૂજન પ્રમુખ લિનેશ શાહ તથા અન્ય કાંટાનું પૂજન સહમંત્રી મુકેશ ભાનુશાલીએ
કર્યું હતું. નાળિયેરવિધિ સંસ્થાના ઉપપ્રમુખ લલિત મહેતા તથા મંત્રી ગૌરવ શાહ દ્વારા
કરાઇ હતી. શુકનવંતા મગની ખરીદી રૂા. 9051ના ભાવે તથા તલ રૂા. 140ના
ભાવે,
મગ બાચકાં ચાર રૂા. 8071ના ભાવે ખરીદાયા હતા. કપાસની
ત્રણ ગાડીના વેપાર રૂા. 3625ના ભાવે, મગફળી ગામડેથી
3300 રૂા.ની
આજુબાજુના ભાવે વેપારીઓએ ખરીદી કરી હતી. પૂજનવિધિ જિજ્ઞેશ મહારાજે કરાવી હતી. ખજાનચી
કેતન મપારા, કારાબારી સભ્યો અંકિત શાહ, ચિંતન સંઘવી, વિજય ભાનુશાલી, મધુકાંત
શાહ, કપિલ નાથાણી, પરાગ પરમાર, મોહિત શાહ, શશિકાંત ગાંધી અને નીતિન સોલંકી વગેરે હાજર
રહ્યા હતા.