• રવિવાર, 15 નવેમ્બર, 2026

ગાંધીધામમાં ગાડીમાંથી 1.80 લાખના અંગ્રેજી શરાબ સાથે એકની ધરપકડ

બે તહોમતદાર પોલીસ પકડથી દૂર

ગાંધીધામ, તા. 14 : પૂર્વ કચ્છ એલસીબી પોલીસ ટુકડીએ ગાંધીધામમાં એક ગાડીમાંથી  1.80 લાખની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ થઈ હતી, જ્યારે બે તહોમતદાર પોલીસ પકડથી દૂર રહ્યા હતા. શહેરના સુંદરપુરી વિસ્તારમાં આવેલા અંબે માના ચોકમાં અંગ્રેજી દારૂ ભરેલી ગાડી આવવાની હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી. પોલીસે  સ્વીફ્ટ ગાડી નં. જીજે-39-સીડી-0433 વાળીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત, ચાલક વાહન હંકારી ગયો હતો. પોલીસે આ વાહનનો પીછો કર્યો હતો. દરમ્યાન ચોકથી આગળ ગલીવાળા રસ્તાની બાજુમાં ગાડી મૂકીને ચાલક નાસી ગયો હતો. આ વાહનમાં છાનબીન દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની 1008 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂા. 1,80,720 આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ગાડી તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 5,85,720ના મુદ્દામાલ સાથે આરોપી મેહુલ ભીખાભાઈ પરમારની ધરપકડ થઈ હતી. ગુનામાં સામેલ વાહનચાલક આરોપી જિગર રાયશી માતંગ તેમજ વિદેશી દારૂના વેપાર સાથે જોડાયેલ  મનોજ ઉર્ફે પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd